તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:લાશ ભરેલી ટ્રોલી બેગ ચાલુ ટ્રેને જ બહાર ફેંકી દેવાઈ હતી

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કરજણ નવા ઓવરબ્રિજ નીચેથી બેગમાંથી લાશ મળી હતી
 • 40 વર્ષીય મૃતકની ઓળખ છતી કરવા પોલીસની ગહન તપાસ

વડોદરાથી સુરત તરફ જતી ચાલુ ટ્રેનમાંથી ટ્રોલી બેગમાં મૂકેલી લાશ બહાર ફેંકી દેવામાં આવી હોવાની ઘટના પોલીસ તપાસમાં બહાર આવી છે. આ ટ્રોલી બેગમાં મૃતકના શરીર પર માત્ર આંતરવસ્ત્રો જ હતા. જ્યારે છાતી અને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા વાગેલા હતા.જ્યારે ટ્રેનમાંથી લાશ મૂકેલી ટ્રોલીબેગ કોણે ફેંકી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જેના માટે પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્કવોડની પણ મદદ લીધી છે. બીજી તરફ 40 વર્ષિય અજાણ્યા પુરુષની લાશ કોની છે તે અંગે પણ પોલીસે તજવીજ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું કે, મૃતકના ગળા, છાતી અને પેટના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે 6 ઘા કરવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું છે. જ્યારે સ્થળ પરથી એક મોટી પ્લાસ્ટિકની કોથળી અને એક ટ્રોલી બેગ કે જેના બે ભાગ થઈ ગયા હતા તે મળી આવી હતી. કોથળી અને બેગ લોહીથી ખરડાયેલી હતી. જ્યારે લોખંડની એંગલ પર મરનાર ઈસમના વાળ ચોંટેલા મળી આવ્યા હતા. મરનાર વ્યક્તિની આંગળી પર બે સોનાની વીંટી પહેરેલી મળી આવી છે. જે પોલીસે કબજે લીધી છે.

બીજી તરફ પોલીસ વડોદરા તેમજ સુરત અને વચ્ચે આવતા રેલવે સ્ટેશનના સીસીટીવી ફુટેજ પણ ચકાસી રહી છે. જેમાં ટ્રોલી બેગ લઈને કોણ ટ્રેનમાં ચઢી રહ્યું છે તે અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. જ્યારે પોલીસ દ્વારા મૃતકનો ફોટો અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પણ મોકલી આપ્યો છે. પોલીસ હાલ આ મૃતક પુરુષ કોણ છે તે અંગેની ગહન તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો