તપાસ:કોર્ટના ઓર્ડર સુધી ટ્રાન્સજેન્ડરે તેના સંબંધીના ઘરે રહેવું પડશે

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેસ ચાલુ હોવાથી થાઇલેન્ડના ટ્રાન્સજેન્ડરને ડિપોટ કરાશે નહીં : PI

અલકાપુરી આર.સી. દત્ત રોડ પર આવેલ કોન્કર્ડ બિલ્ડીંગમાં સ્પા ચલાવતા સંચાલકે પોતાના ત્યાં નોકરી કરતી થાઈલેન્ડની ટ્રાન્સજેન્ડરની પાસપોર્ટની મર્યાદા પુરી થઇ હોવા છતાં પોતાને ત્યાં નોકરીએ રાખી હતી. જેથી વિદેશી કાયદાના ભંગ હેઠળ સ્પા સંચાલક, સ્પાની મહિલા મેનેજર તથા થાઈલેન્ડની ટ્રાન્સજેન્ડર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ બાદ તેને ડીપોર્ટ કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સયાજીગંજ પોલીસ મુજબ સોલ્ટ સ્પાના સંચાલક સમીરે (રહે. 95, નુપલ સોસાયટી, વાસણા ભાયલી રોડ) થાઈલેન્ડની ટ્રાન્સજેન્ડરને રાખી હતી. 2019માં યુવતીના પાસપોર્ટની વેલીડીટી પૂરી થતાં કોરોના દરમિયાન રીન્યુ થયો ન હતો. છતાં તે વિદેશ પરત ન જતાં વિદેશ મંત્રાલયની સૂચના હેઠળ એન્ટી હ્મુમન ટ્રાફિક યુનિટના પીઆઈ એન.ડી.સોલંકીએ તપાસ કરી હતી.

સ્પા સંચાલકે ટ્રાન્સજેન્ડરને ઓવર સ્ટે કરાવી પોતાને ત્યાં રાખી ઉક્ત બંને વ્યક્તિ તથા થાઈલેન્ડની યુવતી વિરુદ્ધ વિદેશી કાયદાના ભંગ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપીની અટકાયત બાદ કોરોના રિપોર્ટ બાદ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.સયાજીગંજ પી.આઇએ જણાવ્યુ કે, કેસ ચાલુ હોય ત્યાં સુધી વ્યક્તિને ડીપોર્ટ કરી શકાતું નથી.

અન્ય સમાચારો પણ છે...