કાર્યવાહી:કપુરાઈ પાસે લાખોના સળિયા વગે કરતું ટ્રેલર જપ્ત, ડ્રાઇવર પકડાયો

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ પહોંચતાં સળિયા ખરીદવા આવેલો પિન્ટુ ફરારઅગાઉ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા

વડોદરાથી દહેજ જવા સળિયા ભરેલા ટ્રેલરને કપુરાઈ ગામે પાર્ક કરી તેમાંથી 3.5 લાખના લોખંડના સળિયા ઉતારી વગે કરવાનો પ્રયાસ થયો હતો. વરણામા પોલીસ પહોંચી જતાં ટ્રેલરનો ડ્રાઇવર અને સળિયાનો જથ્થો ઝડપાયો હતો. સળિયા લેવા આવનાર શખ્સ પોલીસની ગાડી જોઈ ફરાર થઇ ગયો હતો. પોલીસે ટ્રેલર અને સળિયા સહિત રૂા. 37.63 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

જ્યારે ડ્રાઇવરની ધરપકડ કરી અન્ય 3 સામે ગુનો દાખલ કર્યો હતો. ગત સચાના ખાતેથી સળિયા ભરીને અમદાવાદ એસટીસી લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા દ્વારા દહેજ એલએન્ડટી ખાતે ટ્રેલર મોકલાયું હતું.‌ જે કપુરાઈ પાસે હતું. પોલીસે ટ્રેલર પાસે પહોંચી વગે કરવાના ઇરાદે ઉતારેલા રૂા.3.60 લાખના સળિયા જપ્ત કરી ચાલક સિકંદર પાલ (તાલા રજૌધા, બિહાર)ની અટક કરી હતી. તેણે જણાવ્યું કે, પિન્ટુ નામનો શખ્સ સળિયા લેવા આવે છે. રમેશ (વડોદરા)ના કહેવાથી મહેન્દ્ર મારવાડી (વડોદરા)ને સળિયા વેચવા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...