તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે વિવિધ હોસ્પિટલોમાં કુલ 310 બેડની સુવિધા ઉભી કરવામાં આવી

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કોવિડના દર્દીઓની વધતી જતી સંખ્યા સાથે સારવાર સુવિધાઓનું ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. આજે સયાજી હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓની સંખ્યા વધીને 315 થઈ છે. એવી જાણકારી આપતાં સલાહકાર ડો. મીનુ પટેલે જણાવ્યું કે ડૉ. વિનોદ રાવની સૂચના પ્રમાણે ગોત્રીની કામદાર રાજ્ય વીમા યોજના હોસ્પિટલમાં 50 બેડની કોવિડ સારવાર સુવિધા શરૂ કરવામાં આવી છે.

વિભાગીય નાયબ આરોગ્ય નિયામક સાથે પરામર્શ પ્રમાણે આજ સાંજ સુધીમાં કારેલીબાગના ચેપી રોગ દવાખાના ખાતે વધુ 50 બેડની સારવાર સુવિધા શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓછું જોખમ હોય તેવા દર્દીઓને આ દવાખાનાઓમાં દાખલ કરવામાં આવશે જેથી ગોત્રી અને સયાજી હોસ્પિટલ પરનું ભારણ ઘટાડી શકાશે.

ડો.રાવે ગઇકાલે સાંજે કરેલા પરામર્શ ને પગલે આજવા બાયપાસ ચોકડી નજીક આજવા નિમેટા રોડ પર પાયોનિયર મેડિકલ અને પેરા મેડિકલ કેમ્પસ ખાતે 210 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. અહીં ઓકસીજન સાથે બેડ,સ્પેશિયલ રૂમ અને વેન્ટિલેટર બેડની સુવિધાઓ છે.

આ ખાનગી દવાખાના ખાતે સરકાર દ્વારા વડોદરા મહાનગર પાલિકાના નિર્ધારિત દરે સારવાર આપવામાં આવશે.આ વિસ્તારના ક્લસ્ટર હેઠળની ખાનગી હોસ્પિટલો ને તેમની પાસે બેડ કેપેસિટી ના હોય તો દર્દીઓને આ દવાખાને મોકલવા અનુરોધ કરવામાં આવ્યો છે.જરૂરત ના સંજોગોમાં આ દવાખાના ના ઓર્થો.સર્જન અને ચીફ નોડલ ઓફિસર ડો.પ્રણવ પટેલ, ડો.જીગર મોઢિયા, ડો.સાગર બ્રહ્મભટ્ટ, ડો.દિવ્યાંગ ચાવડાનો સંપર્ક કરવા જણાવાયું છે. અહી 24 બાય 7 સારવાર સેવાઓ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો