બરોડા ક્રિકેટ એસોસિયેશનની આગામી સમયમાં વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણી યોજાવાની છે ત્યારે બીસીએના બે મોટા જુથો વચ્ચે 45 મિનીટ સુધી બેઠક મળતાં હંગામી એકતાના એંધાણ વર્તાઈ રહ્યા છે, જો કે બંને જૂથોનો દાવો છે કે ક્રિકેટના હિતમાં કામ કરવા બાબતે બેઠક મળી હતી અને બંને જુથો સાથે મળીને કામ કરે તે માટે આ બેઠકમાં ચર્ચા થઇ હતી. બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ જેલ રોડ પર એક બહુમાળી ઇમારતની સાઈટ ઓફિસ ખાતે રવિવારે મળેલી આ બેઠકમાં રોયલ જૂથઅને રીવાઈવલ જૂથના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ ક્રિકેટર કિરણ મોરે અને રાકેશ પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે બેઠકમાં ગેરહાજર રહેલા એડવોક્ટ કૌશિક ભટ્ટ અને ડો.દર્શન બેંકરેએ આ બેઠક અંગે કોઇ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘમાં કોર્ટના હુકમના આધારે 12 વર્ષ પુરા કરનારાઓની બાદબાકી કરાઈ હતી તેવું બીસીએમાં થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલાં રોયલ-રીવાઈવલ જૂથ વચ્ચે સમાધાન થયું હતું.
બેઠક મુજબ હોદ્દેદારોની ફોર્મ્યુલાની ચર્ચા
બેઠકમાં થયેલી ચર્ચા મુજબ પ્રમુખ-પ્રણવ અમીન, સેક્રેટરી-અજીત લેલે, જો.સેક્રેટરી અકીમ શાહ,વા.પ્રે.-પરાગ પટેલ ( જો કે આ હોદામાં અદલાબદલીની સંભાવના છે) અને ખજાનચી તરીકે અનંદ ઇન્દુલકરની ચર્ચા થઇ હતી. જોકે અંતિમ નિર્ણય લેવાયો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.