મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના પ્રવેશ માટે 50થી વધુ સભ્યોની ટીમ બનાવાઈ છે. કોમર્સ ફેકલ્ટી ખાતે એડમિશન કમિટીની બેઠક બોલાવાઈ હતી. જેમાં ધોરણ 12ની માર્કશીટ વિદ્યાર્થીઓને અપાય તેના બીજા જ દિવસે પોર્ટલ શરૂ કરી દેવાનો નિર્ણય કરાયો હતો.મ.સ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા ધો.12ની માર્કશીટ િવતરણના બીજા દિવસથી શરૂ કરાશે. કોમર્સ ફેકલ્ટી ખાતે બેઠક બોલાવાઈ હતી.
જેમાં ટેક્નિકલ મુદ્દા પર ચર્ચા ઉપરાંત 50થી વધુ સભ્યોની ટીમ પણ બનાવાઈ છે, જે એડમિશનની કામગીરી કરશે. વેરિફિકેશન કમિટી, કોર કમિટી, સપોર્ટ સિસ્ટમ કમિટી સહિતની કમિટીની રચના કરાઈ છે. ડોક્યૂમેન્ટ ચકાસણી સૌથી મહત્ત્વની હોય છે તેના આધારે જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો હોય છે. ઘણા વિદ્યાર્થી પૂરતાં ડોક્યૂમેન્ટ જમા કરાવતાં ન હોવાથી સમસ્યા સર્જાતી હોય છે. ગત વર્ષે ડોક્યૂમેન્ટના અભાવે પ્રવેશમાં વિલંબ થયો હતો. પરિણામો જાહેર થઇ ગયાના 4 થી 5 મહિના સુધી સત્ર શરૂ કરી શકાયું નહોતું. જેથી આ વખતે સમયસર સત્ર શરૂ કરી શકાય તે માટે પ્રયાસ હાથ ધર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.