1962 સેવા:વડોદરા જિલ્લાની કરૂણા એમ્બ્યુલન્સની ટીમે બિલાડીનો સર્જરી કરી જીવ બચાવ્યો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. ચિરાગે બિલાડીની જરૂરી સર્જરી કરીને બિલાડીનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો - Divya Bhaskar
ડો. ચિરાગે બિલાડીની જરૂરી સર્જરી કરીને બિલાડીનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો
  • કરૂણા એમ્બ્યુલન્સે અત્યાર સુધીમાં 24841 બિનવારસી અને બિન માલિકીના પશુઓની નિઃશુલ્ક સારવાર કરાઇ

વડોદરા શહેરમાં પશુઓ અને પક્ષીઓ માટે સંજીવની અને જીવાદોરી ગણાતી કરૂણા એમ્બ્યુલન્સ (1962) દ્વારા શનિવારે સલાટવાડા વિસ્તારમાં એક બિલાડી સવારે કૂતરાની ઝપેટમાં આવી ગઈ હતી અને કૂતરાએ બિલાડીના પેટ અને ગળાના ભાગમાં ખૂબ ઈજાઓ પહોંચાડી હતી. આવી હાલતમાં લોહીથી લથપથ હાલતમાં એક સ્થાનિક સેવાભાવી વ્યક્તિએ 1962 પર કોલ કરીને બોલાવી હતી.

બિલાડીનો અમૂલ્ય જીવ બચાવ્યો વાયુ વેગે 1962 એમ્બ્યુલન્સ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. બિલાડીના પેટના ભાગના આંતરિક અવયવો જેવા કે આંતરડું પણ બહાર આવી ગયું હતું. ડો.ચિરાગ પરમાર અને પાયલોટ ધર્મેન્દ્રસિંહ પહોંચ્યા હતા. ડો. ચિરાગે ત્યાં જ બિલાડીની જરૂરી સર્જરી કરીને બિલાડીનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો. કરૂણા એમ્બ્યુલન્સ 1962 દ્વારા અત્યાર સુધીમાં 24841 બિનવારસી અને બિન માલિકીના પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...