મહિલાઓને મદદ:પીડિત મહિલાઓની વ્હારે આવતી 181 અભયમની ટીમ, વડોદરામાં એક વર્ષમાં 3182ને મદદ કરાઈ

વડોદરા5 મહિનો પહેલા
મહિલાઓનું કાઉન્સેલિંગથી લઈને કાનૂની મદદ કરવામાં આવે છે.
  • 2021 દરમિયાન જરૂરિયાતમંદ મહીલાઓ તરફ થી 15041 સર્વિસ કોલ મળ્યાં

તા. 8 માર્ચે વિશ્વ મહિલા દિન છે.ત્યારે પિડીત મહિલાઓને એક ફોન ઉપર 181 અભયમ ટીમ પહોંચી જાય છે. અને મહિલાઓના પ્રશ્ન હલ કરે છે. અભયમ ટીમ દ્વારા વડોદરા શહેર જિલ્લામાં વર્ષ 2021 દરમિયાન 3182 મહિલાઓની મદદ કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહિ શકાય તેવી ઇન્ટીગ્રેટેડ 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. અત્યાર સુઘી સ્માર્ટ મોબાઈલ 114783 મહિલાઓએ પોતાનાં સ્માર્ટ મોબાઈલમા અભયમ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. 6000 જેટલી મહીલાઓએ જરૂરિયાતના સમયે કોલ કરેલ છે.

સુખદ ઉકેલ લવાયા
ગુજરાત રાજ્યમાંથી 2015થી અત્યાર સુધી 9,76,000 સર્વિસ કોલ આવેલ છે. જેમાંથી મુશ્કેલીમા મુકાયેલ મહીલાઓને સ્થળ પર પહોચી અભયમ રેસ્કયુ દ્વારા મદદ, માગૅદશૅન અને બચાવ કરવામાં આવેલ છે. જ્યારે બાકીના મહીલાઓ પ્રશ્નોમા સુખદ ઉકેલ આપવામા આવેલ છે.

એક કોલ મળતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી જાય છે.
એક કોલ મળતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી જાય છે.

ઘરેલું હિંસામાં મદદ
વડોદરા શહેર અને જિલ્લામા વર્ષ 2021 દરમિયાન જરૂરિયાતમંદ મહીલાઓ તરફથી 15041 સર્વિસ કોલ મળ્યાં હતા. જેમાંથી સ્થળ પર રેસ્ક્યુ કરી 3182 મહીલાઓને મદદ, માગૅદશૅન અને બચાવ કરવામાં આવેલ છે. પારિવારિક વિખવાદમા 2112 જેટલાં કેસમા સમાધાન કરાવી બિનજરૂરી ઝઘડાઓનો અંત લાવી પારિવારિક સમસ્યાનો અસરકારક કાઉન્સિંલગ દ્વારા હલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મુખ્ય કેસમા ઘરેલું હિંસાના 6631, લગ્નેત્તર સબંધના 871, માનસિક હેરાનગતિના 2504, શારીરિક પીડા પહોંચાડવીના 320, આત્મહત્યાના વિચારોમાંથી મુક્ત કરાવવાના 66, બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિના 253, કામકાજના સ્થળે જાતિય સતામણીના 77, ખોવાયેલ વ્યક્તિને પરિવાર સુધી કે આશ્રય અપાવવાના 56 અને અન્ય પ્રકારના કેસોમાં સુખદ સમાધાનકારી અને સરકારની અન્ય એજન્સીઓ સાથે જોડાણ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...