નિઝામપુરા વિસ્તારમાં ડીલક્ષ ચાર રસ્તા પાસે અર્પણ કોમ્પ્લેક્સમાં ટ્યુશન માટે જતી ધો.10ની વિદ્યાર્થીનીને ટ્યુશનના શિક્ષક પ્રશાંત ખોસલાએ વોડકા પીવડાવી મદહોશ કર્યા બાદ તેની સાથેના આલિંગનના સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કરી ગુનામાં છેડતીની કલમનો ઉમેરો કર્યો હતો.
કોર્ટમાં રજૂ કરાયેલા શિક્ષકના રિમાન્ડ નામંજૂર થતાં તેને જેલમાં મોકલી અપાયો હતો. ક્લાસમાં પ્રશાંતે વિદ્યાર્થિનીને કેફી પીણું પીવડાવતા વિદ્યાર્થિની બેહોશ થઇ ગઇ હતી. તે પછી શિક્ષક વિદ્યાર્થિનીને તેના ઘરે જઈને મુકી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ચેક કરતાં તેમાં શિક્ષક આલિંગન આપતાં દૃષ્યો કેદ થયેલા મળતાં પોલીસે ઇપીકો 354ની કલમ ઉમેરી હતી. શિક્ષકે ‘તે પડી ગઇ હતી, તેને ઉભી કરતો હતો એટલે એવું દેખાય છે.’ તેવો બચાવ કર્યો હતો.
તે ક્યારેય દારૂ પીને ઘેર આવ્યા નથી : પત્ની
ઘટનાના સંબંધમાં ફતેગંજ પોલીસે પ્રશાંત ખોસલાની પત્નીનો જવાબ લીધો હતો ત્યારે તેણીએ જણાવ્યું હતું કે ‘તે કયારેય દારૂ પીને ઘેર આવ્યા નથી. પણ આ બનાવ કેવી રીતે બન્યો તે સમજાતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.