ઊંઘ લીધા વિના સતત ટેટૂ ચીતર્યાં:વડોદરાના ટેટૂ આર્ટિસ્ટની અનોખી સિદ્ઘિ, સતત 91 કલાક ટેટૂ બનાવી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ બનાવ્યો

વડોદરા16 દિવસ પહેલા

વડોદરા શહેરના ટેટૂ આર્ટિસ્ટ ઇશાન રાણાએ સતત 91 કલાક સુધી ટેટૂ બનાવી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલાં આ રેકોર્ડ રશિયાના ટેટૂ આર્ટિસ્ટના નામે હતો.

ઊંઘ લીધા વિના ટેટૂ બનાવ્યાં
વડોદરાના ટેટૂ આર્ટિસ્ટ ઇશાન બિપિનભાઇ રાણા ટેટૂ આર્ટિસ્ટ છે અને તેમને ટેટૂના ક્ષેત્રમાં જ કંઇક એવો મુકામ હાંસલ કરવો હતો, જે યાદગાર રહી જાય. જેથી ઇશાન રાણાએ સૌથી વધુ કલાક સુધી ટેટૂ બનાવવાનો રેકોર્ડ પોતાને નામ કરવાનો નિર્ધાર બનાવ્યો હતો. એમાં ઇશાને સતત 91 કલાક સુધી 64થી વધુ લોકોને 74 ટેટૂ બનાવી આપ્યા હતા. 91 કલાક દરમિયાન ઇશાન ઊંઘ્યો નહોતો. તે માત્ર દર 4 કલાકે 20 મિનિટનો બ્રેક લેતો હતો.

ટેટૂ બનાવી રહેલો ટેટૂ આર્ટિસ્ટ ઇશાન.
ટેટૂ બનાવી રહેલો ટેટૂ આર્ટિસ્ટ ઇશાન.
ઇશાને સતત 91 કલાક સુધી ટેટૂ બનાવી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું
ઇશાને સતત 91 કલાક સુધી ટેટૂ બનાવી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું

3 માર્ચથી 7 માર્ચ ટેટૂ બનાવ્યાં
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર ટેટૂ આર્ટિસ્ટ ઇશાન રાણાએ જણાવ્યું હતું કે હું છેલ્લાં 14 વર્ષથી ટેટૂ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યો છું. સૌથી વધુ કલાક સુધી ટેટૂ બનાવવાનો રેકોર્ડ રશિયાના ટેટૂ આર્ટિસ્ટ ડેનિસના નામે હતો. તેણે સતત 65 કલાક સુધી ટેટૂ બનાવ્યા હતા. ત્યારે આ રેકોર્ડનો બ્રેક કરવા માટે હું છેલ્લા એક વર્ષથી મહેનત કરી રહ્યો હતો. આ માટે મેં ઊંઘ ઓછા કલાક લેવાની શરૂ કરી હતી, જેથી રેકોર્ડ એટેમ્પ્ટ કરવાનો આવે ત્યારે ઓછી મુશ્કેલી પડે. મેં 3 માર્ચ બપોરે સાડાત્રણ વાગ્યે ટેટૂ બનાવવાનું શરૂ કર્યું હતું અને સતત 91 કલાક એટલે કે 7 માર્ચ સવારે સવા અગિયાર વાગ્યા સુધી 64 લોકોને 74 ટેટૂ બનાવી આપ્યાં.

ઇશાન છેલ્લા 14 વર્ષથી ટેટૂ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે.
ઇશાન છેલ્લા 14 વર્ષથી ટેટૂ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે.
આ પહેલાં આ રેકોર્ડ રશિયાના ટેટૂ આર્ટિસ્ટના નામે હતો.
આ પહેલાં આ રેકોર્ડ રશિયાના ટેટૂ આર્ટિસ્ટના નામે હતો.
શિવભક્તિ કરતા દશાનન રાવણનું ટેટૂ.
શિવભક્તિ કરતા દશાનન રાવણનું ટેટૂ.

સાંસદે પણ ટેટૂ બનાવડાવ્યું
આ દરમિયાન વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પણ ટેટૂ બનાવડાવ્યું હતું તેમજ મિત્રો સહિતના લોકોએ શિવભક્તિ કરતા દશાનન રાવણ, એમ.એસ.યુનિવર્સિટીના ગુંબજ, શરીરનાં સાત ચક્રો, બટરફ્લાય સહિતનાં ટેટૂ બનાવડાવ્યાં હતાં.

64 લોકોને 74 ટેટૂ બનાવી આપ્યાં.
64 લોકોને 74 ટેટૂ બનાવી આપ્યાં.
ઇશાને ઊંઘ લીધા વિના સતત ટેટૂ ચીતર્યાં હતા.
ઇશાને ઊંઘ લીધા વિના સતત ટેટૂ ચીતર્યાં હતા.
ઇશાને દર 4 કલાકે 20 મિનિટનો બ્રેક લીધો હતો.
ઇશાને દર 4 કલાકે 20 મિનિટનો બ્રેક લીધો હતો.
91 કલાક દરમિયાન ઇશાન ઊંઘ્યો નહોતો.
91 કલાક દરમિયાન ઇશાન ઊંઘ્યો નહોતો.
ઇશાને 64થી વધુ લોકોને ટેટૂ બનાવી આપ્યા.
ઇશાને 64થી વધુ લોકોને ટેટૂ બનાવી આપ્યા.