હેલ્થ:8 દિવસમાં 4.46 લાખ ઘરનો સરવે તાવના માત્ર 6,254 દર્દીઓ મળ્યા!

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના અારોગ્યનું અાંકડા અેડમિનિસ્ટ્રેશન
  • સરવે થકી રોગચાળા પર પડદો પાડી દેવામાં આવ્યો

કોર્પોરેશનના આરોગ્ય વિભાગે મેયર દ્વારા શહેરમાં રોગચાળા અંગે 7 દિવસમાં સમગ્ર શહેરનો સર્વે કરવાની સોંપેલી જવાબદારીનું અદભુત આંકડાકીય એડમિનિસ્ટ્રેશન કરી 8 દિવસમાં માત્ર શહેરમાં 6254 તાવના દર્દીઓ અને 695 ઝાડાના કેસ હોવાનું દર્શાવી રોગચાળા ઉપર પડદો પાડી દીધો છે. અને રવિવારે રજા રાખી છે.

કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ 30 જુલાઈથી 6 ઓગસ્ટ સુધીમાં 8 દિવસમાં 19 લાખની વસ્તીનો ઘરે-ઘરે જઈને સરવે પૂરો કરવામાં આવ્યો છે. જેના જાહેર કરેલા આંકડા ઉપર નજર કરીએ તો એવરેજ 252 ટીમે રોજ 55000 જેટલા અંદાજિત ઘરોની ચકાસણી કરવામાં આવતી હતી. ક્લોરીનની પત્રિકાનું વિતરણ, મચ્છરના પોરાની નાબૂદી, કન્સ્ટ્રકશન સાઈટ અને પરિવારજનોની પૂછપરછ કરી નોંધ કરવામાં 5 મિનિટનો સમય લાગે તો એક ટીમને રોજના 18 કલાક કામગીરી કરવામાં આવે ત્યારે આ સર્વે પૂરો થઈ શકે છે.

શહેરમાં આરોગ્ય વિભાગ મુજબ કોઈપણ પ્રકારનો રોગચાળો ચાલતો નથી. જ્યારે બીજી તરફ શહેરના અર્બન હેલ્થ સેન્ટરો ખાનગી દવાખાના અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. કોર્પોરેશનને ઝાડા ઉલટીનો એક પણ કેસ મળ્યો નથી. જ્યારે આઠ દિવસમાં મેલેરિયાના સીમટમ્સ દેખાતા 8730 લોકોનું મેલેરિયા ચેકઅપ કરી માત્ર ત્રણ વ્યક્તિને મેલેરિયા પોઝિટિવ હોવાનું નોંધ્યું છે. શાળાઓમાં શરદી ખાંસીના દર્દીઓમાં બાળકો મોટી સંખ્યામાં જણાયા છે. પાણીજન્ય રોગચાળાને પગલે ઝાડા ઉલ્ટીના દર્દીઓ પણ આખા શહેરમાં જોવા મળે છે, ત્યારે કોર્પોરેશનને એક પણ દર્દી ઝાડા ઉલટીનો મળ્યો નથી.

252 ટીમ રોજ 18 કલાક કામ કરી 55000 ઘરનો સરવેે કરે તો જ શક્ય

  • 4,46,354 ઘરનો સર્વે
  • 1,13,660 મકાનમાં ફોગિંગ
  • 231 કન્સ્ટ્રક્શન
  • સાઇટનું ચેકિંગ કર્યું
  • 63 કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ અાપી

​​​​​​​​​​​​​​ટીમના બે સભ્યો એક સાથે જાય તો આ સરવે શક્ય નથી
જો 7થી 8 કલાક ટીમના બંને સભ્યો અલગ-અલગ ઘરમાં તપાસ કરે તો આ સરવે શક્ય થઈ શકે, બાકી ટીમના બે સભ્યો સાથે જાય તો એ શક્ય નથી. > ડો.જયેશ શાહ, પોલિસી સ્ટેટેજિસ્ટ

​​​​​​​મારા ઘરે કોઈ પૂછવા આવ્યું નથી
અમારા ઘરે સિનિયર સિટીઝન અને મને પણ વાઇરલ તાવ આવ્યો હતો, પરંતુ અમારા ઘરે કોઈ પૂછવા આવ્યું નથી. > અંકિત જોષી, વારસિયા

​​​​​​​અત્યાર સુધી કોઈ ફરક્યું નથી
અમારા ફ્લેટમાં કે પોળમાં કોર્પોરેશનના કોઇ કર્મચારીઓ આવ્યા હોય તેવું ધ્યાનમાં નથી. > ગીરીશભાઇ દાણી, જ્યુબિલી બાગ

અગાઉ પણ 7 દિવસમાં સરવે થયા છે
અગાઉ 7 દિવસમાં શહેરનો સરવે થયો છે. અમારી ટીમના 400 જેટલા સભ્યો ફીલ્ડમાં હોય છે. અને કંઈ ખોટું પણ નથી. > ડો. દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર

અન્ય સમાચારો પણ છે...