મ.સ.યુનિ.ની હેડ ઓફિસ ખાતે વીવીએસે ઓનલાઇન અભ્યાસમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા તેમને ડિટેઇન ન કરવા રજૂઆતો કરી હતી. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓમાંથી એકનું લો બીપી થવાથી ચક્કર ખાઇ પડી જતા એસએસજીમાં દાખલ કરાયો હતો. કોઇ વિદ્યાર્થી બેથી વધુ વિષયમાં નાપાસ થાય તો આગળના વર્ષમાં પ્રવેશ અપાતો નથી.
ઓનલાઇન પરીક્ષામાં જે નાપાસ થયા હતા તેમને એપ્રિલની પરીક્ષામાં ડિટેઇન નહીં કરવાની બાંહેધરી અગાઉ યુનિ. સત્તાધીશોએ આપી હતી. છતાં તાજેતરમાં જે ફેકલ્ટીનાં પરિણામો જાહેર થયાં તેમાં વિદ્યાર્થીઓને ડિટેઇન કરાયા છે. જેથી આ નિયમ પાછો ખેંચવાની માગ વીવીએસે કરી જણાવ્યું કે, ઘણા વિદ્યાર્થી અન્ય રાજ્યમાંથી આવતા હોવાથી તથા અમુકના પરિવારજનોને તે સમયે કોવિડ હોવાથી લેક્ચર ભર્યા નથી.
આ કારણોથી તે એપ્રિલની પરીક્ષા પાસ કરી શક્યા નથી. બીજી તરફ વીવીએસના વિદ્યાર્થી રજૂઆત કરવા ગયા ત્યારે વિદ્યાર્થી દિવ્યરાજસિંહ પરમાર લો બીપી થતાં પડી જતાં એસએસજીમાં દાખલ કરાયો હતો. તેની તબિયત સ્થીર હોવાનું વીવીએસના પ્રમુખ પાર્થ પુરોહિતે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.