ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓને અનેક મૂંઝવણ શિક્ષણવિદે જવાબ આપ્યા છે. શિક્ષણ વિદ પરેશ શાહે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ વાંચેલું યાદ નથી રહેતું, છેલ્લે અભ્યાસ કરવાની ટીપ્સ, પરીક્ષાલક્ષી ઘણું બધું સાહિત્ય છે કોનો ઉપયોગ કરી શકાય તેવા સંખ્યાબંધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના જવાબો શિક્ષણ વિદ દ્વારા આપવામાં આવ્યા હતા.
કયા કયા પ્રશ્નો વિદ્યાર્થીઓને મૂંઝવી રહ્યા છે
- બોર્ડ ની પરીક્ષા જેમ જેમ નજીક આવે છે એટલે ગભરામણ થાય છે વાંચેલું ભૂલી જવાય છે કોઈ ઉપાય ખરો ? જવાબ : વિષયની ગોખણપટ્ટી કરવાની જગ્યાએ તેના કોન્સેપ્ટને સમજવો વધુ જરૂરી છે. ગોખણ પટ્ટી કરવાથી માત્ર એકવાર જ યાદ રહે છે અને સમય આવે ત્યારે વાંચેલું બાષ્પીભવન થઈ જાય છે. તો વળી કેટલીક વાર પરીક્ષામાં ટવીસ્ટ કરીને પુછાયેલા પ્રશ્નોનો જવાબ આપી શકાતો નથી.
- બોર્ડ પરીક્ષા ને થોડા દિવસ બાકી છે ત્યારે હવે છેલ્લે અભ્યાસ કરવાની ટીપ્સ કઈ ? જવાબ : દરરોજ દરેક વિષયનું એક પ્રકરણ વાંચો. 45 મિનિટ માટે સરળ વિષય વાંચો, જ્યારે મુશ્કેલ વિષય એક અથવા વધુ વખત વાંચવો જોઈએ. પરીક્ષાની તૈયારી કરવા માટે જૂના પ્રશ્નપત્રો પર સખત પ્રેક્ટિસ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.