યુજીસીની માન્યતા:રેલવે યુનિવર્સિટીના વિદ્યાર્થીને ગતિશક્તિ વિશ્વ વિદ્યાલયનું ડિગ્રી સર્ટિ મળશે

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાર્લામેન્ટરી બોર્ડની ઔપચારિકતા બાકી

શહેરના લાલબાગ ખાતે કાર્યરત રેલ્વે યુનિવર્સિટી તરીકે ઓળખાતી નેશનલ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ના વિદ્યાર્થીઓને ત્રણ અને ચાર વર્ષના અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ બાદ રાષ્ટ્રીય કક્ષાની ગતિશક્તિ વિશ્વવિદ્યાલય નું ડિગ્રી સર્ટિફિકેટ મળશે. રેલવે મંત્રાલય અંતર્ગત હાલમાં ડીમ્ડ યુનિવર્સિટી તરીકેની માન્યતા મળેલી છે, પરંતુ ગતિશક્તિ ની ડીગ્રી મળતી નથી.

નવી બનનાર યુનિવર્સિટી અને યુજીસી દ્વારા માન્યતા આપવામાં આવી છે. માત્ર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા માન્યતા મળે તેની રાહ જોવાઇ રહી છે, આગામી સપ્ટેમ્બર મહિનામાં આ માન્યતા આવે તેવું યુનિવર્સિટીના સત્તાધીશોએ જણાવ્યું છે. જો આ વિદ્યાર્થીઓના એડમિશન થઈ ગયા હશે અને નવું માળખું અલગ રીતે તૈયાર થશે તો પણ તેમના ડિગ્રી સર્ટિફિકેટમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય અંતર્ગત કાર્યરત એવું લખવામાં આવશે.

આ ડિગ્રી સર્ટિફિકેટથી વિદ્યાર્થીઓને નોકરી માટે પણ લાભ મળશે. તેમજ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ નોકરીઓમાં લાભ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓ અને અન્ય સ્થળના વિદ્યાર્થીઓ આમાં પ્રવેશ લઈ શકે છે. વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા ઓપન એન્ટ્રન્સ દ્વારા પ્રવેશ મળશે. એડમિશન ની તમામ પ્રક્રિયા ની માહિતી એન.આર.ટી.આઇ.ની વેબસાઈટ ઉપર મૂકવામાં આવી છે. દેશમાંથી 100 વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યું છે. ગત વર્ષ કરતા 140 સીટનો વધારો કરાયો હતો.

આટલા અભ્યાસક્રમો હાલ ચાલી રહ્યા છે
અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ

 • બીબીએ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ
 • બીએસસી ટ્રાન્સપોર્ટેશન ટેકનો.
 • બી.ટેક રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિ.
 • બી ટેક મિકેનિકલ રેલ્વે એન્જિનિયરિંગ

પોસ્ટ ગ્રેજ્યુએશન

 • એમ.બી.એ ટ્રાન્સપોર્ટ ઇકોનોમિક્સ અને મેનેજમેન્ટ
 • એમબીએ લોજિસ્ટિક અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ
 • એમએસસી ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી અને પોલીસી
 • એમએસસી ટ્રાન્સપોર્ટ ઈન્ફોર્મેશન સીસ્ટમ
 • એમ.એસ.સી રેલવે સિસ્ટમ એન્જિનિયરિંગ
અન્ય સમાચારો પણ છે...