હિન્દુ દેવી-દેવતાના આર્ટ વર્કનો વિવાદ:વડોદરામાં પોલીસકર્મીને લાફો મારવાના કેસમાં એક વિદ્યાર્થીના આગોતરા જામીન મંજૂર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં એક પોલીસકર્મીને લાફો માર્યો હતો (ફાઇલ તસવીર) - Divya Bhaskar
પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં એક પોલીસકર્મીને લાફો માર્યો હતો (ફાઇલ તસવીર)
  • વિદ્યાર્થી કુંદન યાદવે વિવાદાસ્પદ આર્ટ વર્ક બનાવ્યા હતા

વડોદરા શહેરની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં તાજેતરમાં હિન્દુ દેવી દેવતાઓના વિવાદાસ્પદ આર્ટ વર્કના વિરોધ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં એક પોલીસકર્મીને લાફો મારવાના કેસમાં આરોપી બે વિદ્યાર્થીમાંથી એકના કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યાં છે.

ઘટનાના 3 દિવસ બાદ ફરિયાદ નોંધાઇ હતી
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થી કુંદન યાદવ દ્વારા દુષ્કર્મના સમાચારોના પેપર કટિંગમાંથી હિન્દુ દેવીદેવતાઓના આર્ટ વર્ક તૈયાર કરતા ભારે હોબાળો મચ્યો હતો. જેમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકરો ફેકલ્ટી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ પણ પહોંચતા બંને વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને બે વિદ્યાર્થીઓએ ભરતભાઇ નામના પોલીસકર્મીને લાફા માર્યાની ફરિયાદ ઘટનાના ત્રણ દિવસ બાદ નોંધાઇ હતી. આ મામલે ધ્રુવ પરીખ અને કાર્તિક જોશીને આરોપી બનાવાયા હતા. જેમાં કોર્ટે ધ્રુવ પરીખના આગોતરા જામીન મંજૂર કર્યાં છે.

વિવાદ થતાં વિદ્યાર્થીને રસ્ટિકેટ કરાયો હતો
ઉલ્લેખનીય છે કે, વિવાદાસ્પદ આર્ટ વર્ક બનાવનારા વિદ્યાર્થીને સત્ય શોધક કમિટીના રિપોર્ટ બાદ રસ્ટિકેટ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...