અકસ્માત:ટ્યૂશનમાં જતી વિદ્યાર્થિનીનું સ્પોર્ટ્સ બાઈકની અડફેટે મોત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દૃષ્ટિ આહુજા - Divya Bhaskar
દૃષ્ટિ આહુજા
  • વાઘોડિયા રોડ પર માણકી કોમ્પ્લેક્સ પાસે સાંજે અકસ્માત
  • પૂરઝડપે ધસેલા બાઇક ચાલકે ટક્કર મારતાં માથે-મોઢે વાગ્યું હતું

શહેરના વાઘોડિયા રોડ માણકી કોમ્પ્લેક્સ પાસેથી પસાર થતી 11મા ધોરણની વિદ્યાર્થિનીના મોપેડને બાઈક સવાર યુવાને અડફેટે લેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થિનીનું ટૂંકી સારવારમાં મોત થયું હતું. જૂના આરટીઓ પાસેની ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા અનિલભાઈ આહુજાની 17 વર્ષીય દિકરી મંગળવારે સાંજે 4 વાગ્યાના અરસામાં મોપેડ લઈ પસાર થઇ રહી હતી ત્યારે પુર ઝડપે ધસી આવેલા સ્પોર્ટસ બાઇક ચાલકે ટક્કર મારતાં માથામાં ગંભીર ઇંજા પહોંચી હતી અને તેનું મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બાઈક સવાર યુવાન મુસ્લિમ હતો, તેને પણ ઇજાઓ પહોંચી છે. તપાસમાં વિદ્યાર્થિની ટ્યૂશનમાંથી નીકળી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા જતી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બાદ સ્થળ પરથી બાઈકને લઇ જતા યુવકને જિમના યુવાનોએ અટકાવ્યો
મારી દીકરી પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર જઈ રહી હતી. દરમિયાન ફુલ સ્પીડે આવી રહેલા યુવાને સામેથી બાઈક અથાડ્યું હતું. અકસ્માત ગ્રસ્ત યુવકના પરિચિતો બાઇક લઇ જવા માટે પ્રયાસ કરતાં ઘટના સ્થળે આવેલા જિમના યુવાનોએ તેમને અટકાવ્યા હતા. જેને પરિણામે બાઈક પોલીસના કબજામાં છે. - અનિલ આહુજા, મૃતકના પિતા

અન્ય સમાચારો પણ છે...