ધો. 12 સાયન્સ રિઝલ્ટ / વડોદરાના વિદ્યાર્થીએ ટ્યુશન વિના 99.96 પર્સન્ટાઇલ મેળવ્યા

ફીઝીક્સમાં રિસર્ચ કરવાની ઇચ્છા છે
X

  • તમામ વિષયોમાં 90 માર્કસથી વધુ માર્કસ મેળવ્યા
  • વિદ્યાર્થી રોજ છથી સાત કલાક અભ્યાસ કરતો હતો

દિવ્ય ભાસ્કર

May 17, 2020, 05:35 PM IST

વડોદરા. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની લેવામાં આવેલી પરિક્ષામાં વડોદરાની શ્રેયસ વિદ્યાલયનો વિદ્યાર્થી મૌલિનરાજ 99.96 પર્સન્ટાઇલ સાથે પ્રથમ આવ્યો છે. મૌલિનરાજને ટ્યુશન વિના તમામ વિષયોમાં 90 માર્કસથી વધુ માર્કસ મેળવ્યા છે. અને તેણે ફીઝીક્સમાં રિસર્ચ કરવાની ઇચ્છા છે.

એન.સી.આર.ટી. બુક અને સિલેબર્સ ઉપર ધ્યાન આપ્યું

વડોદરામાં 99.96 પર્સન્ટાઇલ સાથે મેદાન મારનાર મૌલિનરાજ પરમારના પિતા પંકજભાઇ રેલવેમાં એન્જિનીયર તરીકે ફરજ બજાવે છે. ફિઝીક્સમાં આગળ વધવાના લક્ષ્યાંક સાથે અભ્યાસ કરનાર મૌલિનરાજે જણાવ્યું હતું કે, આ મારી મહેનત અને પિતાએ કરેલા મોટીવેટનું પરિણામ છે. મેં તમામ વિષયો ઉપર ફોકસ કર્યું ન હતું. મેં માત્ર ફીઝીક્સ પરજ ભાર મુક્યો હતો. જે મારો ગોલ સફળ થયો છે. મેં ખાનગી ટ્યુશન ક્લાસ કર્યા નથી. એન.સી.આર.ટી. બુક અને સિલેબર્સ ઉપર ધ્યાન આપ્યું છે. હું રોજ છથી સાત કલાક અભ્યાસ કરતો હતો.

ફીઝીક્સમાં રિસર્ચ કરવાની ઇચ્છા છે

પુત્રએ મેળવેલી સફળતા અંગે ખૂશી વ્યક્ત કરતા પિતા પંકજભાઇ પરમારે જણાવ્યું હતું કે, કોન્સેપ્ટ નક્કી કરવો જરૂરી છે. જો કોન્સેપ્ટ નક્કી ન હોય અને મહેનત કરીએ તો તે મહેનત વ્યર્થ જાય છે. મેં મારા પુત્ર સાથે ચર્ચા કરીને તેની જે ઇચ્છા હતી. તે પૂરી કરવા માટે મેં તેને સપોર્ટ કર્યો હતો. જે પરિણામ આજે મળ્યું છે. હું મારા પુત્ર મૌલિનરાજથી ખૂબ ખૂશ છું. તેની ફીઝીક્સમાં રિસર્ચ કરવાની ઇચ્છા છે. તે માટે મારો તેને હંમેશા સપોર્ટ રહેશે.

કોરોનાને લઈને સંદેશ આપ્યો

મૌલિનરાજ અને પંકજભાઇ પરમારે જણાવ્યું હતું કે, હાલમાં કોવિડ-19 ચાલી રહ્યો છે. સરકારે લોકોના આરોગ્ય માટે બહાર પાડેલી ગાઇડ લાઇનનો અમલ કરવો જોઇએ. આવનારા દિવસોમાં લોકોએ માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવું, વારંવાર સેનેટાઇઝથી હાથ ધોવા. કોવિડ-19થી ગભરાવાની જરૂર નથી. માત્ર કાળજી રાખવાની જરૂર છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી