હરીશ અમીન હત્યા કેસ:ભાડૂતી હત્યારાનું જજ સમક્ષ 164 મુજબનું નિવેદન લેવાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હરીશ અમીન - Divya Bhaskar
હરીશ અમીન
  • આરોપીઓે શુક્રવાર સુધી રિમાન્ડ પર
  • નાણાકીય લેવડ-દેવડની તપાસ માટે બેંક સ્ટેટમેન્ટ ચકાસાશે

હરીશ અમીન હત્યા કેસમાં તાલુકા પોલીસે રવિવારે મહિલા સહિત 6 આરોપીને કોર્ટમાં રજૂ કરી શુક્રવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે હત્યામાં સામેલ ભાડૂતી હત્યારાઓનું નિવેદન પોલીસ 164 મુજબ અદાલતમાં જજ સમક્ષ લેશે. અરજીમાં પોલીસે આરોપીઓને સાથે રાખી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરવું, ઉધારના રૂપિયાનો ક્યાં ઉપયોગ કર્યો, હત્યા બાદ આરોપીઓની મુવમેન્ટ તેમજ હત્યામાં બીજા કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવા જણાવ્યું હતું.

આરોપીઓએ હત્યામાં પેટ્રોલ ક્યાંથી અને કેટલું ખરીદ્યું તેની તપાસ થશે. આરોપીઓએ કેટલા દિવસ રેકી કરી હતી અને હરીશ અમીન સાથે કેટલી નાણાકીય લેવડ-દેવડ થઈ હતી તે અંગે પણ બેંક સ્ટેટમેન્ટ મેળવવાની કામગીરી હાથ ધરાઈ છે. હરીશ અમીને આરોપી પ્રવિણ જેનુભાઈ માલીવાડના નામે ફ્લેટ સિવાય બીજી મિલકત ખરીદી છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે.

પોલીસે પ્રવિણ જેનુભાઈ માલીવાડ, લક્ષ્મીબેન પ્રવિણભાઈ માલીવાડ (બંને રહે.સી-502, જ્ઞાનકુંજ ફ્લેટ, સેવાસી કેનાલ રોડ, વડોદરા), ભરત જેનુભાઈ માલીવાડ (રહે.બી-12, ગુણવંતીપાર્ક, ટીબી હોસ્પિટલ પાછળ, ગોત્રી રોડ), સોમા પર્વતભાઈ બારિયા, સુનીલ રમેશભાઈ બારિયા (બંને રહે. ભૂખી નિશાળ ફળિયા, કડાણા) અને સુખરામ ઉર્ફે સુખો શંભુભાઈ ડામોર (રહે.જવેસી કુંડલા, તલાવડી ફળિયું, ફતેપુરા, દાહોદ)ની ધરપકડ કરીને વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...