આજે સવારે વડોદરાના વિશ્વામિત્રી સ્ટેશનથી વિશેષ ટ્રેન દ્વારા 1050 યાત્રીકો સમેત શિખર સહિત 94 કલ્યાણકોની સ્પર્શના કરવા માટે રવાના થયા હતા.
જૈનોના 24 તીર્થંકર પૈકી 20 તીર્થંકરોના નિર્વાણ કલ્યાણ પારસનાથ પહાડ એટલે કે સમેત શિખર તીર્થ. તદુપરાંત લચછવાડ પાવાપુરી, રુજુવાલિકા, હસ્તિનાપુર, ભદોની, રાજગ્રહી,બનારસ, વગેરે સ્થાનો ઉપર ભગવાન ના જન્મ, દીક્ષા કેવળજ્ઞાન, નિર્વાણ કલ્યાણકો ની સ્પર્શના કરાવવામાં આવશે.
ગિરનાર ભક્તિ ગ્રુપના મનિષભાઇ શાહે જણાવ્યું હતું કે અમારા ગિરનાર ભક્તિ ગ્રુપ દ્વારા મોટી જાત્રા કરવાની ઈચ્છા આજે પુરી થઈ. વડોદરા જૈન સમાજના ભામાશા ગણાતા મનહરભાઈ ભોગીભાઈ શાહ દ્વારા આ યાત્રા ના મુખ્ય લાભાર્થી બન્યા. આ યાત્રામાં 1050 યાત્રિકો પૈકી 570 ભાઈઓ તથા 480 બહેનો જોડાયાં છે. આ યાત્રામાં જૈન ધર્મના સિધ્ધાંતો મુજબ બધાને નવકારશી તથા યચોવિહાર કરવો ફરજીયાત છે તથા આઠમ અને ચૌદશના નિયમો પાળવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે મનહરભાઈ શાહ દ્વારા પાવાગઢ જૈન મંદિર ખાતે નૂતન ધર્મશાળાનો લાભ લેવામાં આવ્યો છે હતો.
વાઘોડિયા GIDCની સેન્ચ્યુરી કંપનીમાં આગ
વડોદરા નજીક વાઘોડિયા GIDCમાં સેન્ચ્યુરી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે વડોદરાના ફાયરબ્રિગડ દ્વારા કલાકો સુધી પાણીનો મારો કરવામાં આવ્યો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ જારી છે. જો કે આગની ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની થઇ નથી. ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં દોરા બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.