કવચ:શનિ- રવિમાં સાંજે રસી માટે ખાસ સેશન રખાશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગુરુવારે વધુ 7449 બાળકોને રસી અપાઈ
  • 4 દિવસમાં 51,149 બાળકોનું રસીકરણ પૂર્ણ

રાજ્ય સરકાર દ્વારા 15 થી 18 વર્ષના કિશોરો માટે ત્રીજી તારીખે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા અંતર્ગત આવતા વિસ્તારમાં 96,660 બાળકોને રસી મૂકવાનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 4 દિવસમાં 51,149 કિશોરોને રસી મૂકી 52.92% લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો હતો. ગુરુવારે શહેરમાં 7449 કિશોરોએ રસી મુકાવી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં રસીકરણ વધારવા માટે તેમજ જે બાળકો સવારમાં કોઈ જગ્યાએ કામ અર્થે જતા હોય કે રસીકરણ માટે આવી ન શકતા હોય તે તમામને આવરી લેવા માટે શનિ અને રવિવારે સાંજનું સ્પેશિયલ સેશન રાખવામાં આવ્યું છે. બંને દિવસ સાંજે 4 થી 7 સુધી રસીકરણનું આયોજન હાથ ધરાયું છે.

વધુ 12 શાળામાં 100 ટકા રસીકરણ
સાધુ વાસવાણી, બરોડા હાઇસ્કૂલ, ઉમા વિદ્યાલય, રૂઝવેલ્ટ, જીગર વિદ્યાલય, કોન્વેન્ટ સ્કૂલ, અથર્વ વિદ્યાલય, યાગ્નિક સ્કૂલ, જ્ઞાનપરી સ્કૂલ, ડીપીએસ, બેસીલ સ્કૂલ, જ્ઞાન જ્યોત વિદ્યાલય

અન્ય સમાચારો પણ છે...