રોશનીનો ઝગમગાટ:કોરોનાના કલેશ બાદ ઉત્સાહનો ઝગમગાટ

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રકાશ પર્વમાં શહેર માટે જાણે રાત્રે દિવસ ઉગતો હોય તેવો માહોલ સર્જાય છે. કાળી ચૌદશ સુધી ખરીદીની દોડધામ બાદ શહેરીજનો દિવાળી ઉજવવા સજ્જ બની જાય છે. દરેક તહેવારની આગવી રીતે ઉજવણી કરવી એ વડોદરાના ડીએનએમાં વણાઇ ગયું છે અને તેને કારણે જ બજારોથી માંડીને દરેક ચહેરા પર એક અલગ ચમક જોવા મળે છે. એકાદશીથી ઇમારતો, બજારો, ઘરો, ઓફિસો પર રોશનીનો ઝગમગાટ શરૂ થઇ જાય છે અને દિવાળીની રાતે તો આતશબાજીના તેજ લિસોટા શહેર માથે સતત જોવા મળે છે. સામાન્ય દિવસોમાં રાત્રે ઝંપી જતુ શહેર દિવાળીમાં સતત ઝગમગતુ રહે છે.

અન્ય સમાચારો પણ છે...