તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝુંબેશ:હનુમાનજી મંદિર હટાવવાના વિરોધમાં સહી ઝુંબેશ કરાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે પી રોડના મંદિરના વિવાદમાં શનિવારે ભક્તોનું સમર્થન લેવાશે : પૂજારીને મંત્રણા માટે પાલિકાનું તેડું

ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીના ફ્લાયઓવર સર્વિસ રોડના નામે હનુમાનજીના મંદિર ખસેડવા તખ્તો પાલિકા દ્વારા તૈયાર થઈ રહ્યો છે ત્યારે તેની સામે હનુમાનજીના ભક્તજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને શનિવારે પાલિકા વિરુદ્ધ ઝુંબેશ પણ કરવામાં આવનાર છે.

જેપી રોડ પર આવેલી જીઈબી કોલોની સામેના રોડ પરના હનુમાનજી મંદિર ને હવે સર્વિસ રોડમાં નડતરનું નામ આપીને બ્રિજ વિભાગે ખસેડવા માટે કવાયત શરૂ કરી છે અને મંદિરના પૂજારી સાથે બે વખત બેઠક પણ કરી હતી. આ દરમિયાન સ્થાનિક સામાજિક કાર્યકર અરવિંદ સિંધાએ શનિવારે હનુમાનજીના મંદિર ઉપર આ મંદિર ખસેડાય નહીં તે માટે સહી ઝુંબેશ નો કાર્યક્રમ રાખ્યો છે અને તેમાં સવાર થી સાંજ સુધી આવતા દર્શનાર્થીઓને જોડવામાં આવશે.બીજી તરફ, પાલિકાના સત્તાધીશોએ આ મામલાને થાળે પાડવા માટે ફરી એક વખત પૂજારીને મ્યુ.કમિશનર સાથે બેઠક કરવા કહેણ મોકલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...