ચૂંટણી:કાલે સેનેટની ચૂંટણીમાં કોરોના પેશન્ટ માટે અલગ બૂથ રખાશે, બૂથના તમામ કર્મચારીઓ પીપીઇ કિટ પહેરીને ફરજ બજાવશે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 જાન્યુઆરીએ અલગ-અલગ 3 કેટેગરીની ચૂંટણી યોજાશે

13મી જાન્યુઆરીએ યોજાનારી સેનેટની ચૂંટણીમાં એસીમટમેટિક પેશન્ટ માટે અલગ બૂથ બનાવવામાં આવશે. બૂથના કર્મચારીઓ પીપીઇ કિટ પહેરીને ફરજ બજાવશે. 13 જાન્યુઆરીએ યુનિવર્સિટીમાં સેનેટની 3 અલગ-અલગ કેટેગરી માટે ચૂંટણી પ્રક્રિયા યોજાવાની છે, જેમાં સેકન્ડરી સ્કૂલ ટીચર્સ અને પ્રિન્સિપાલ માટે એક્સપરિમેન્ટલ સ્કૂલમાં મતદાન થશે. સેકન્ડરી સ્કૂલ ટીચર કેટેગરીમાં 942 મતદારો નોંધાયા છે, જ્યારે પ્રિન્સિપાલ કેટેગરીમાં 116 મતદારો નોંધાયા છે. વધતા જતા કોરોના કેસના પગલે ભીડ ન થાય તે માટે એક્સપરિમેન્ટલ સ્કૂલ ખાતે 100 મતદારો પ્રમાણે 10 બૂથ બનાવાયાં છે.

બંને વિભાગો માટે એક-એક અલાયદુ બૂથ ઊભું કરાશે. કોરોનાના એસીમટમેટિક પેશન્ટ કે જેને શરદી-ખાંસી કે તાવ જેવાં લક્ષણો હોય તેવા મતદારો માટે અલગ બૂથ ઊભું કરાયું છે અને ફરજ બજાવતા કર્મચારીઓ પીપીઇ કિટ પહેરીને ફરજ બજાવશે. યુનિવર્સિટીની મહત્ત્વની અને હાઇ પ્રોફાઇલ ગણાતી ડોનર કેટેગરીની ચૂંટણી પણ 13મીએ હેડ ઓફિસ ખાતે યોજાશે, જેમાં 162 મતદારો માટે 3 બૂથ બનાવાયાં છે.

ડોનર કેટેગરીની ચૂંટણી માટે પણ એક વધારાનું અલાયદું બૂથ ઊભું કરાશે, જેમાં કોરોનાના એસીમટમેટિક પેશન્ટ કે જેને શરદી-ખાંસી કે તાવ જેવાં લક્ષણો હોય તેવા મતદારો મતદાન કરી શકશે. જોકે સેકન્ડરી સ્કૂલ ટીચર્સ કેટેગરીમાં મોટી સંખ્યામાં મતદારો હોવાથી કોરોના ફેલાય તેવી ભીતિ રહેલી છે. ઘણી બધી સ્કૂલોમાં શિક્ષકો પોઝિટિવ આવ્યા હોવાથી ઘણા શિક્ષક મતદારો મતદાન કરવા ન આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...