તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વિદેશવાંચ્છુ 300 વિદ્યાર્થીને રસીનો બીજો ડોઝ, સર્ટિ મેન્યુઅલી અપાશે

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદેશ જતાં પહેલાં વેક્સિનનો ક્લાસ - Divya Bhaskar
વિદેશ જતાં પહેલાં વેક્સિનનો ક્લાસ
  • વિદ્યાર્થીઓ માતા-પિતા સાથે રસી લેવા આવતાં પરીક્ષા જેવો માહોલ સર્જાયો
  • દિવાળીપુરામાં નર્સિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા

રાજ્ય સરકાર દ્વારા વિદેશ જનારા વિદ્યાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવા માટે 84 દિવસને બદલે 28 દિવસની મર્યાદા કરી છે, પાલિકા દ્વારા સોમવારે પ્રથમ સ્લોટમાં રજિસ્ટર થયેલા 300 વિદ્યાર્થીઓનું દિવાળીપુરામાં નવી કોર્ટની બાજુમાં આવેલી નર્સિંગ કોલેજ ખાતે રસીકરણ કરાયું હતું. જોકે રસીકરણ થયાનું સર્ટિફિકેટ મેન્યુઅલી આપવાનું હોવાથી વિદ્યાર્થીઓને બીજો ધક્કો ખાવો પડશે.

બીજી તરફ 18થી 44 વર્ષના માત્ર 7637 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. જ્યારે 45થી ઉપરના 535 લોકોએ પ્રથમ અને 220 લોકોએ બીજો ડોઝ લીધો હતો.રસીનો બીજો ડોઝ લેવા આવેલા વિદ્યાર્થીઓ માતા-પિતા સાથે પાસપોર્ટ સહિતનાં ડોક્યુમેન્ટ લઈને આવેલા હોવાથી સ્કૂલની પરીક્ષા જેવો માહોલ સર્જાયો હતો.

આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના રસીકરણનું ઓનલાઇન સર્ટિફિકેટ જનરેટ થતું નથી. જેથી મેન્યુલી સર્ટિફિકેટ અપાશે, જિલ્લામાં ચોથા દિવસે 18 પ્લસ જૂથમાં 4816 લોકોએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...