મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારી સામાન્ય બની ગઇ છે. આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીનમાં ASU જૂથના વિદ્યાર્થીઓએ ABVP જૂથના બે વિદ્યાર્થીઓને માર મારતા કેમ્પસમાં ચકચાર મચી ગઇ હતી. મારા મારીની ઘટના કેન્ટીન સ્થિતી સીસી ટી.વી.માં કેદ થઇ હતી. બીજી બાજુ મામલો સયાજીગંજ પોલીસ મથકમાં પહોંચ્યો હતો.
કેન્ટિનમાં ફિલ્મ જેવા મારા મારીના દ્રશ્યો
મળેલી માહિતી પ્રમાણે આજે બપોરે એમ.એસ. યુનિવર્સિટીની આર્ટસ્ ફેકલ્ટીમાં બે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા મનદુખના સમાધાન દરમિયાન બંને જૂથના વિદ્યાર્થીઓ ઉગ્ર બની જતા મામલો બિચક્યો હતો. અને ASU અને ABVP જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે ફિલ્મોમાં દર્શાવાતી મારામારીની જેમ મારા મારી ઉપર ઉતરી આવ્યા હતા. કેન્ટીનમાં મારા મારી થતાં કેન્ટીનમાં ચ્હા-નાસ્તો કરવા માટે આવેલા અન્ય વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી. કેન્ટીન સંચાલકો પણ કેન્ટીનમાં થયેલી મારા મારી જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. અને મામલો થાડે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
કેન્ટીનમાં દોડધામ
બપોરના સમયે થયેલી મારા મારીએ મારામારીએ કેમ્પસમાં ચકચાર જગાવી મૂકી હતી. આ મારા મારીમાં બંને જૂથે એકબીજા ઉપર આક્ષેપો પ્રતિઆક્ષેપો કર્યા હતા. કહેવાય છે કે ASU જૂથના વિદ્યાર્થીઓએ ABVP જૂથના બે વિદ્યાર્થીઓને માર માર્યો હતો. કેન્ટીમાં થયેલી મારા મારીના પગલે અન્ય વિદ્યાર્થીઓના ટોળા પણ કેન્ટીનમાં ઘૂસી ગયા હતા. કેન્ટીનમાં થયેલી મારા મારી કેન્ટીન સ્થિત સીસી ટીવીમાં કેદ થઇ હતી. જે સીસી ટીવી ફૂટેજ વાયરલ થયા હતા. અને આખરે મામલો સયાજીગંજ પોલીસ મથકમાં પહોંચ્યો હતો.
સમાધાન ચાલતુ હતુ
આર્ટ્સ ફેકલ્ટીમાં થયેલી મારા મારી અંગે ASU જૂથના પ્રિન્સ રાજપુતે જણાવ્યું હતું કે, પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે વોટ્સએપ ઉપર ઉગ્ર મેસેજોનો મારો થયો હતો. આ મેસેજોને લઇ વાત વણસે નહિં તે માટે ASU જૂથના વિદ્યાર્થીઓ પ્રિન્સ રાજપુત સહિત અન્ય વિદ્યાર્થીઓએ વોટ્સએપ ચેટ દ્વારા ઝગડો કરનાર વિદ્યાર્થીઓને બોલાવી સમાધાન કરાવી રહ્યા હતા. તે દરમિયાન ABVP જૂથના વિનય સિસોસીયા અને પ્રિયાંસ બારીયા પણ પહોંચી ગયા હતા. તે સાથે પોતાના જૂથના અન્ય વિદ્યાર્થીઓને બોલાવી લીધા હતા. અને તેઓએ અપશબ્દો બોલી મારા મારી શરૂ કરી દીધી હતી.
મને કાનમાં વાગવાથી સંભળાતું નથી
ABVPના વિનય સીસોદીયાએ ASUના પ્રિન્સ રાજપુત અન્ય વિદ્યાર્થીઓ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમે કેન્ટીન પાસે ઉભા હતા. તે સમયે ASU જૂથના વિદ્યાર્થીઓ અને કેટલાંક યુનિવર્સિટી બહારના વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા. અને અમોને તમે કેમ ઉભા છો તેવો સવાલ કરીને માર માર્યો હતો. કાનમાં વાગવાથી સાંભળવામાં તકલિફ થઇ રહી છે. મારો શર્ટ પણ ફાટી ગયો છે. કેમ્પસમાં આવા તત્વો સામે યુનિવર્સિટીએ કડક કાર્યવાહી જોઇએ. અમે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે આવ્યા છે.
ચાર વિદ્યાર્થીઓને પોલીસ લઇ આવી
એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બે જૂથો વચ્ચે થયેલી મારા મારી થતાં મામલો સયાજીગંજ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. બંને જૂથના વિદ્યાર્થીઓ એક બીજા જૂથ ઉપર આક્ષેપો પ્રતિઆક્ષેપો સાથે ફરિયાદ કરવાની તૈયારીઓ કરી હતી. જોકે, સાંજ સુધી બંને જૂથ દ્વારા ફરિયાદો નોંધાવવામાં આવી ન હતી. આ મારા મારીના બનાવમાં પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે મારા મારી કરનાર ચાર જેટલા વિદ્યાર્થીઓને પોલીસ મથકમાં બેસાડી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.