કરોડરજ્જુને લગતી કોઇ પણ બીમારી કે ખામી હોય ત્યારે મોટાભાગના તબીબ એક્સ-રે બતાવ્યા બાદ ગંભીર ચહેરે દર્દીઓને સર્જરી કરીને સ્ક્રૂ પ્લેટ નાંખવી પડશે તેવી વાત કરતા હોય છે પણ આવા કિસ્સાઓ પૈકીના માંડ 10 ટકા કિસ્સાઓમાં જ સ્ક્રૂ પ્લેટ નાંખવાની જરૂર હોય છે. વડોદરાના ન્યૂરોસર્જને આવા દર્દીઓના દર્દોનું નિદાન કરીને જે તારણ કાઢ્યું છે અને તેના આધારે તેમણે આ ચોંકાવનારી વાત કરી છે.
ન્યૂરોસર્જન ડો. અમેય પાટણકરે ગાદી ખસી ગઇ છે કે નસ દબાઇ ગઇ છે જેવી આશંકા સાથે તેમની પાસે કરોડરજ્જુની વિવિધ ફરિયાદ લઇને તેમની પાસે છેલ્લા 12 વર્ષમાં આવેલા 295 દર્દીઓની મેડિકલ તપાસ અને ઇલાજ બાદ એક સંશોધનપત્ર તૈયાર કર્યું અને તેને દેશની સુપ્રસિદ્ધ ઇન્ડિયન જર્નલ ઓફ ન્યૂરોસર્જરીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આ સંશોધનમાં તેમણે જણાવ્યું છે કે, આ 295 દર્દી પૈકીના એકેય દર્દીને સ્ક્રૂ પ્લેટ નાંખ્યા વિના માત્ર માઇક્રોડિસ્કેકટોમી નામની સર્જરી કરીને જ સાજા કર્યા છે. જેમાં મોટાભાગના દર્દીઓને એક જ દિવસમાં ડિસ્ચાર્જ આપીને ઘરે મોકલવામાં આવ્યાં હતા.’ અત્યાર સુધી આવા તારણો માટે વિદેશના સંશોધનોનો સહારો લેવો પડતો હતો.
સર્જનો શા માટે સ્ક્રૂ પ્લેટ બિનજરૂરી રીતે નાંખે છે?
સ્ક્રૂપ્લેટ સર્જરી | માઇક્રોડિસ્કેકટોમી |
}ખર્ચ 3 લાખ જેટલો થાય | }ખર્ચ 1.5 લાખ જેટલો થાય. |
}દર્દીને બે-ત્રણ દિવસ બાદ ડિસ્ચાર્જ મળે | }દર્દીને એકાદ દિવસમાં જ ડિસ્ચાર્જ મળે |
}દર્દીની માંસપેશીઓ જકડાઇ જાય છે | }દર્દીની માંસપેશીઓ જકડાતી નથી. |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.