વિડિયો વાયરલ:પ્રબોધ સ્વામી જૂથના સંતની શિવજી વિશે અપમાનજનક ટિપ્પણીથી રોષ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના પ્રવચનમાં આનંદસાગર સ્વામીનો વિડિયો વાયરલ થયો
  • પ્રેમસ્વરૂપ​​​​​​​ ​​​​​​​સ્વામીના જૂથે નારાજગી વ્યક્ત કરી

પ્રબોધ સ્વામી જૂથના આનંદસાગર સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં આનંદ સાગર સ્વામી મહાદેવ વિશે અપમાનજનક ટિપ્પણી કરતાં આક્રોશ ફેલાયો હોવાનો પ્રેમસ્વામી જૂથે આક્ષેપ કર્યા છે. આ અંગે પ્રબોધ સ્વામી જૂથનો સંપર્ક થઈ શક્યો ન હતો. અમેરિકામાં પ્રવચનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હોવાનું પ્રેમસ્વામી જૂથે કહ્યું હતું. તેઓ અનુસાર, વીડિયોમાં સાધુ આનંદસાગર અમેરિકામાં પ્રવચનમાં પોતે જેના સમર્થક છે તે પ્રબોધ જીવનદાસજી માટે કહે છે કે, ‘ધરતી ઉપર દીકરો રહે છે. નિશિત એનું નામ છે.

પ્રબોધ સ્વામી તેમની રૂમમાં હતા અને નિશિતભાઈને બોલાવીને કીધંુ હતું કે, જા એવીડીના મેઈન ગેટ પાસે જા. બીજી કોઈ આજ્ઞા હતી નહીં એટલે નિશિતભાઈ જે મેઈન ગેટ હતો ત્યાં ગયા તો ગેટ બંધ હતો. ગેટની બહાર શિવજી ઊભા હતા. પ્રોપર નિશિતભાઈએ વર્ણન કર્યું કે, આપણે પિક્ચરમાં જોઈએ એ રીતે શિવજી જટાવાળા, નાગબાગ વીટેલો, રુદ્રાક્ષ પહેરેલી, ત્રિશૂળ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે ઊભા હતા. નિશિતભાઈએ પ્રાર્થના કરી કે, આપ અહીં સુધી આવ્યાં છો તો અંદર પધારો. પ્રબોધ સ્વામીના પણ આપને દર્શન થઈ જાય.

ત્યારે શિવજીએ તેમને કહ્યું, પ્રબોધ સ્વામીના મને દર્શન થાય એવા મારા પુણ્ય જાગૃત નથી થયા. પણ મને તમારા દર્શન થઈ ગયા એ મારા અહોભાગ્ય છે, એમ કહી, શિવજી એ યુવક નિશિતભાઈને ચરણસ્પર્શ કરીને જતા રહ્યા.’ હરિધામના સેક્રેટરી જે.એમ.દવેએ કહ્યુ હતું કે, પ્રવચન કરનારા સાધુ સાથે હરિધામ મંદિરને કોઈ સંબંધ નથી.

અન્ય સમાચારો પણ છે...