માતાને દરરોજ કામ પરથી લેવા મૂકવા આવનાર 22 વર્ષીય રીક્ષા ચાલક સાથે 16 વર્ષીય સગીરાની આંખ મળી હતી અને તે બંન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. યુવકે લગ્નની લાલચે સગીરાને ભગાડી ગયો હતો. એક અઠવાડિયા સુધી માતા-પિતાએ દિકરીને શોધી હતી પણ દિકરી ન મળતા છેવટે તેઓએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
માંજલપુરના મેઘના બેન (નામ બદલ્યું છે) અને અન્ય મહિલાઓને રીક્ષા ચાલક રાજેશ ચૌહાણ અવાર-નવાર પ્રેમવતીથી ઘરે અને ઘરેથી પ્રેમવતી લેવા-મૂકવા જતો હતો. મેઘનાબેન અને પતિ શૈલષભાઈ (નામ બદલ્યું છે) બંન્ને કામ પર જતા હોવાને કારણે ઘણી વાર તેમની 16 વર્ષીય દિકરી દિયા (નામ બદલ્યું છે) ઘરમાં એકલી રહેતી હતી. 23 ડિસેમ્બરે શૈલેષભાઇ દિકરીને પ્રેમવતી હોટલ મૂકવા ગયા હતા.
તેઓ ફોન કરવા બહાર નિકળતાં રીક્ષા આવી હતી અને દિયા તેમાં બેસીને જતી રહી હતી. માતા-પિતાએ એક અઠવાડિયુ દિકરીની શોધ કરતાં ના મળતાં રાજેશ ચૌહાણ દિયાને તે જ લગ્નની લલાચે ભગાડી ગયો હોવાની શંકાએ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.