લવ જેહાદ:સહકર્મી યુવતી સાથે વિધર્મી યુવકે ખેતરમાં દુષ્કર્મ આચર્યું

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીની સહેલીની ભૂંડી ભૂમિકા: પોલીસે ગુનો નોંધ્યો

પાદરા તાલુકામાં પરિણીત વિધર્મી યુવાને કંપનીમાં સાથે નોકરી કરતી યુવતી સાથે મિત્રતા બાંધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ સંબંધો કાપી નાંખતા વિધર્મીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.વિધર્મી યુવાન સાથે શારીરીક સંબંધ બાંધવા માટે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને તેની હિંદુ સખીએ જ મજબૂર કરતી હતી.

રોમા (નામ બદલ્યું છે)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું 2021થી પાદરામાં આવેલી ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરું છું. સાથે પાદરા તાલુકાની રહેવાસી સવિતા (નામ બદલ્યું છે) પણ નોકરી કરતી હતી. એક સપ્તાહ બાદ કંપનીમાંજ નોકરી કરતા અલાઉદ્દીન ઇલીયાસ રાજ (રહે. ભદારી, પાદરા) સાથે ઓળખ થઇ હતી. નોકરીના એક માસ પછી અલાઉદ્દીન મિત્રતા બાંધવા માંગતો હતો. પરંતુ, મેં કોઇ દાદ આપી ન હતી.

ફરિયાદમાં રોમાએ વધુમાં જણાવ્યું છે કે, અલાઉદ્દીનને કોઇ દાદ ન આપતા તેણે મારી સહેલી સંગીતા સાથે મિત્રતા રાખવા માટે અનેક વખત દબાણ કરાવ્યું હતું. તે પછી સતત સાત માસ સુધી ફોન ઉપર વાર્તાલાપ ચાલ્યો હતો. પાદરા રોડ ઉપર અમે બંને મળતા હતા. ડિસેમ્બર-2021માં અમે એક કેનાલ પાસે મળ્યા હતા. તે સમયે અલાઉદ્દેને મને ધમકી આપી હતી અને મને નજીકના ખેતરમાં લઇ ગયો હતો. જ્યાં લઇ જઇને તેણે મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

લગ્ન થઇ ગયા બાદ બ્લેડથી સોરી લખવા માટે મને મજબૂર કરી હતી
મુલાકાતમાં અલાઉદ્દીને રોમાને જણાવ્યું હતું કે, મારા લગ્ન થઇ ગયા છે. મારે એક સંતાનમાં છોકરો છે. ત્યારે અલાઉદ્દીન મને અપશબ્દો બોલ્યો હતો. અને મને બ્લેડથી સોરી લખવા માટે મજબૂર કરી હતી. જેથી મેં ડાબા પગમાં ઘૂંટણ નીચે બ્લેડથી સોરી લખ્યું હતું. ત્યાર બાદ વાતચીત ઓછી થઇ ગઇ હતી.

બહેનપણીએ જ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું
વિધર્મીથી કંટાળી પીડીતાએ મે-2022માં મેં તાલુકામાંજ આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નોકરી શરૂ કરી હતી. ત્યાં અલાઉદ્દીન આવીને મને અપશબ્દો બોલતો હતો. જેથી તેનો નંબર બ્લોક કરી દીધો હતો. ફોન નંબર બ્લોક કરતા તે સહેલી સવિતાના ફોન દ્વારા મેસેજ કરાવતો હતો. સવિતાના ઘરે જતી હતી ત્યારે તે અલાઉદ્દીનને ફોન કરીને બોલાવતી હતી. અને મને અલાઉદ્દીન સાથે શારીરીક સબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી.

ઘરે આવી મને અને માતા-પિતાને જાનથી મારવાની ધમકી આપી
ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે દિવાળીમાં અલાઉદ્દીને રોમાને કેનાલ પર આવવા કહ્યું હતું. રોમાએ ના પાડતાં તેણે તું મારી સબંધ નહિં રાખે તો તારા ઘરે આવી તને અને તારા માતા-પિતાને જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી.

મારા ફોઇએ મને હિંમત આપતાં માતા-પિતા સાથે જઇને પોલીસ ફરિયાદ કરી
પિડીતા અનુસાર મારા પાડોશીએ મારા માતા-પિતાને વાત કરી હતી. પિતાએ અલાઉદ્દીન સાથે વાત કરી હતી. પરંતુ, તેણે હેરાન કરાવનું ચાલુ રાખ્યું હતું. હું અને પરિવાર ગભરાઇ ગયા હતા. મારા ફોઇએ મને હિંમત આપતા માતા-પિતા સાથે પાદરા પોલીસમાં જઇ અલાઉદ્દીન ઇલીયાસ રાજ સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...