વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી:વડોદરામાં જવલ્લે દેખાતી સફેદ ખિસકોલી ક્લિક કરાઇ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરામાં પહેલીવાર સમગ્ર શરીરે સફેદ રંગની જવલ્લે જ જોવા મળતી લ્યુસિટિક ખિસકોલી ક્લિક કરાઈ છે. યુવા ફોટોગ્રાફર ઊર્વશી પરમારને ગોરવા સહયોગ વિસ્તારમાં ઘર આંગણે જોવા મળી હતી. તેણે કહ્યું કે, ‘શનિવારે કેટલીક ખિસકોલીઓનો અવાજ આવતાં મેં જોયું કે આ સંપૂર્ણ સફેદ ખિસકોલીને અન્ય ખિસકોલીઓ હેરાન કરી રહી હતી. ત્યારે મેં આ ક્લિક્સ કરી હતી.’

એમએસ યુનિ.ના ઝૂ લોજી વિભાગના પ્રો. રણજિત દેવકરે જણાવ્યું કે, ‘ અગાઉટી નામના જનીનમાં સર્જાતી ખામીને લીધે આલ્બીનિઝમ (લ્યુસિઝમ, આખી જ સફેદ) અને હાઇપર મેલાનિઝમ(આખી જ કાળી) ખિસકોલીઓ જોવા મળે છે. તે અન્ય ખિસકોલીઓ કરતા જુદી હોવાથી તેને ખોરાક માટે મુશ્કેલી વેઠવી પડે છે અન શિકારી પક્ષીઓનો સહેલાઇથી શિકાર બની જાય છે. સાત વર્ષ પહેલા કેવડિયા કોલોની ખાતે શહેરના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર કાર્તિક ઉપાધ્યાયે આ પ્રકારની ખિસકોલી ક્લિક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...