ફરિયાદ:રેલ કર્મીએ સહકર્મીના 8.54 લાખ રૂપિયા દમણમાં ઉડાડ્યા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાગીદારીમાં દુકાન શરૂ કરવા રૂપિયા લીધા હતા

શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ભાગીદારીમાં દુકાન ખોલવાના નામે રેલ કર્મીએ સહકર્મી પાસે રૂા.8.54 લાખ લઇ ઠગાઈ કર્યાની ફરિયાદ મકરપુરા પોલીસમાં નોંધાઈ છે. સહકર્મીએ તેના રૂપિયા દમણ સહિતના સ્થળોએ જઇને ઉડાવ્યાનો આરોપ પણ લગાવ્યો છે. 2021 દરમિયાન અમીત વર્માની ઓળખાણ રેલવે સ્ટોરમાં નોકરી કરતાં શિવકુમાર મીના સાથે થઇ હતી.

બંને વચ્ચે દોસ્તી ગાઢ બનતાં શિવકુમારે દુકાનમાં રૂા.12 લાખની ભાગીદારીમાં 6-6 લાખ કાઢવાની વાત કરતાં અમીત વર્માએ રેલવે કર્મચારીઓ માટેની ધ જેકશન કો.ઓ.ક્રેડીટ સોસાયટી ઓફ વેસ્ટર્ન રેલવેમાંથી રૂા.5,85,215ની લોન લઇ શિવકુમારને આપ્યા હતા. શિવકુમારે વધુ રૂપિયાની માંગ કરતાં અમીત કુમારે કુલ રૂા.8.54 લાખ આપ્યા હતા. છતાં શિવકુમારે દુકાન નહી ખરીદતાં અમીત કુમારે રૂપિયા પરત કરવા કહ્યું હતું. શિવકુમારે રૂા.8.54 લાખ પરત નહી કરતાં અમીત વર્માએ ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...