તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:વડોદરામાં ચ્હાની લારી પડાવી લેવા બાબતે ઝઘડો, જમાઈએ જ સસરા પર ચપ્પુથી હુમલો કર્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હરણી પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
હરણી પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • પોલીસે હુમલો કરનાર જમાઈ વિરૂદ્ધ ગુનો નોંધ્યો

વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે ચ્હાની લારી પડાવી લેવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ચ્હાની લારી પચાવી પાડનારે ચપ્પુથી હુમલો કરી બે વ્યક્તિને ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તે ફરિયાદ નોધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જમાઈએ જ સસરા પર હુમલો કર્યો હતો.

ચ્હાની લારી પડાવી લીધી હતી
શહેરના વારસિયા વાસવાણી કોલોનીના રહેવાસી જીતેન્દ્ર ઉર્ફે જીતુ લાલવાણી અને તેના પત્ની રેખાબેન ગોલ્ડન ચોકડી પાસે ચાની લારી ચલાવતા હતા. તે દરમિયાન તેમને ત્યાં અજય વસાવા નામનો છોકરો મદદ માટે રાખ્યો હતો. તેમણે ફરિયાદમાં પત્ની ઉપર આક્ષેપ કર્યો છે કે ચાર વર્ષ પૂર્વે તેમના લગ્ન થયા હતા ત્યારબાદ મારી પત્ની અન્ય વ્યક્તિ સાથે અવારનવાર સબંધ રાખતી હતી. તેને સમજાવવા છતાં ઝઘડો કરતી રહેતી હતી. તેણીએ તેના જમાઈ દિલીપ બાબુભાઈ પાતાણી સાથે મળીને મારો ચ્હાનો ધંધો હતો તે પડાવી લઇ મને બેકાર કરી દીધો હતો.

મારી નાખવાની ધમકી આપી
દરમિયાનમાં તારીખ 1 જુલાઇના રોજ અજય વસાવા સાથે ચાની લારી પર ગયો હતો. ત્યારે ઝઘડો થયો હતો. ત્યારે પત્નીએ ધમકી આપી હતી કે મારા જમાઈને કહીને તને મારી નાખીશ અને મને પથ્થર મારી ઈજા કરી હતી. તે સમયે સયાજી હોસ્પિટલમાં મારી રીક્ષા પલટી ખાઈ ગઈ છે અને વાગ્યું છે તેમ લખાવીને સારવાર કરી હતી.

બચાવવા આવેલાને પણ ચપ્પુ હુલાવી દીધું
દરમિયાન તારીખ બીજીના રોજ બપોરે બે વાગે અજય વસાવા અને અબ્દુલ હનિફ શેખને મારી સાથે રાખી લારી પર ગયા હતા. તે દરમિયાન રેખાબેન હાજર નહતા અને જમાઈ દિલીપ ચ્હાની લારી ઉપર હતો. તેણે મને જોઈને ઝઘડો કર્યો હતો. ઝઘડો થતાં લારીની પાછળ રહેતી મારી પત્ની ત્યાં આવી પહોંચી હતી. ત્યારે જમાઈ દિલીપે જીતુ ઉપર ચપ્પુથી હુમલો કરી ઈજા કરી હતી. આ સાથે ઝઘડામાં અજય વસાવા છોડાવવા પડતાં તેને પણ પેટમાં ચપ્પુ હુલાવી દીધું હતું. આ અંગે જીતેન્દ્ર લાલવાણીએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે હુમલો કરનાર જમાઈ દિલીપ અને પત્ની રેખાબેનની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.