વિવાદ:કાટમાળમાંથી જૂના પેવર બ્લોકનો જથ્થો મળી આવ્યો

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવલખીમાં કાટમાળ ઠાલવતી પાલિકા
  • ​​​​​​​પેવર બ્લોકનો ઉપયોગ કરાશે : સ્થાયી ચેરમેન

શહેરનું નવલખી મેદાન ડમ્પિંગ સ્ટેશન બન્યું છે. ત્યારે ત્યાં ઠાલવેલા કાટમાળમાં મોટી સંખ્યામાં ઉપયોગમાં લીધેલા પેવર બ્લોકનો જથ્થો મળી આવતા પાલિકાની નીતિ સામે સવાલો ઉભા થયા છે. બનાવની જાણ થતાં સ્થાયી સમિતિના ચેરમેને સ્થળ મુલાકાત લઈ પેવર બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

તાજેતરમાં જ ઓ.પી રોડ પર દેરીઓ તોડી પાડી મૂર્તિઓ અને દેરીનો કાટમાળને ડમ્પરના ચાલકે નવલખી ગ્રાઉન્ડ ઠાલવ્યો હતો. જેના કારણે ભારે વિવાદ થયો હતો. જોકે પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના નિરીક્ષણના અભાવે લોકો ગમે ત્યાં કાટમાળ ઠાલવી રહ્યા છે. હાલમાં નવલખી મેદાનમાં ઉપયોગમાં લેવાયેલા પેવર બ્લોકનો જથ્થો મળી આવતા તંત્રની નિષ્કાળજી છતી થઈ છે. સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે પેવર બ્લોકનો અન્ય સ્થળે ઉપયોગ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. તાજેતરમાં સુરસાગરમાં મૃત માછલીઓને નવલખી મેદાનમાં ફેંકાતા વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...