રજૂઆત:મુજપુર બ્રિજ જર્જરીત થતાં મોટા વાહનોને બંધ કરવા રજૂઆત

પાદરા‎એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ અંગે પત્ર લખ્યો

મોરબીમાં બનેલી પુલ તૂટવાની દુર્ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે, ત્યારે તેવી જ ઘટના પાદરાના મુજપુર બ્રિજ પર ન બને તેની તકેદારીના પગલાં લેવા માટે પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી મુજપુર બ્રિજને ભારદારી વાહનો માટે બંધ કરી તાત્કાલિક તેને નવો બનાવવાની મંજૂરી આપી કાર્યવાહી શરૂ કરવા માગ કરી છે.

પાદરામાંથી પસાર થતી મહીસાગર નદી પર આવેલો અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મુજપુર બ્રિજ ખૂબ જ જર્જરીત હાલતમાં છે. જેને નવો બનાવવાની માગ સાથે પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે રાજ્ય સરકારને વખત રજૂઆત કરી છે. ત્યારે આ વખતે મોરબીમાં બનેલી દુર્ઘટનાને લઈને જશપાલસિંહ પઢિયારે વધુ ગંભીરતા દર્શાવી રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોરબીમાં બનેલી પુલ તૂટવાની દુર્ઘટના એ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આવા જર્જરીત ફૂલોને તાત્કાલિક રાજ્ય સરકાર ધ્યાને લઈને નવા બનાવે સમગ્ર મામલે રિયાલિટી ચેક કરતા મુજપુર બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં દેખાયો હતો. આ બ્રિજ 40 વર્ષ પહેલા બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...