પોળોની પહેલ:શોભાયાત્રા કાઢશે પણ વિસર્જન સ્થાપના સ્થળે કરશે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસના આતિથ્ય બાદ શ્રીજીને વિદાય અપાશે : 1100થી વધુ પ્રતિમાનું તળાવ કે કુંડમાં વિર્સજન કરાશે
  • કાલુપુરા, જગમાલની પોળ, મહેતાપોળ સહિત 10થી વધુ પોળમાં કુંડ તૈયાર

ઉત્સવ નગરી વડોદરાની શાન સમા શ્રીજી મહોત્સવની ઉજવણી ચાર દરવાજા વિસ્તારમાં ઝાંખી પડી છે. સુરસાગર તળાવમાં શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન બંધ થતાં જ ચાર દરવાજાની રોનક ઉડી ગઈ છે. પોલીસની સખ્તાઇ અને માથાકૂટથી બચવા હવે અનેક પોળોએ સ્થળ પર જ કુંડ બનાવી તેમાં શ્રીજીનું વિસર્જન શરૂ કર્યું છે. વર્ષોથી વડોદરામાં શ્રીજી ઉત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

જેમાં ચાર દરવાજા વિસ્તારમાં વિસર્જનના દિવસે નીકળતી વિસર્જન યાત્રા ભારે આકર્ષણ જણાવે છે. પરંતુ સુરસાગરમાં મૂર્તિઓનું વિસર્જન બંધ કરવામાં આવતા તેમજ પોલીસે ચાર દરવાજા વિસ્તારમાં સખતાઇ વધારતા છેલ્લા ઘણા વર્ષોથી વિસર્જનનો ટ્રેન્ડ બદલાયો છે. તળાવો પર જવાને બદલે શાભાયાત્રા બાદ પોળમાં સ્થાપના સ્થળે જ કુંડ કે ટેન્કમાં મૂર્તિનું વિસર્જન કરાશે. આ પહેલમાં કાલુપુરા, જગમાલની પોળ, મહેતાપોળ સહિત 10થી વધુ પોળો જોડાઇ છે.

ચાર દરવાજા વિસ્તારમાં આવેલી અનેક પોળો તેમની વિસર્જન યાત્રા માટે જાણીતી છે. શહેરના હજારો લોકો તે પોળોની વિસર્જન યાત્રા જોવા માટે પડાપડી કરતા હોય છે. પરંતુ હાલમાં પોળના શ્રીજીને નજીકમાં બનાવેલા કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જોકે અગાઉ નીકળતી વિસર્જન યાત્રાની રોનક હવે આગમન યાત્રા તરફ વળી છે.

અન્ય સમાચારો પણ છે...