ક્રાઇમ:ફર્લો રજા પરથી ફરાર હત્યાનો કેદી ઝડપાયો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા જિલ્લાના પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં પકડાયેલા અને શહેરની સેન્ટ્રલ જેલમાં રહેલો આરોપી ફર્લો રજા પર થી મુક્ત થયા બાદ ફરાર થઈ ગયો હતો વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડે આરોપીને ઝડપી પાડયો હતો પોલીસે જણાવ્યું હતું કે પાદરા પોલીસ સ્ટેશનમાં ઐયુબ બાવાસાબ મલેક અને અન્ય આરોપીઓએ ભેગા મળી 2010ના વર્ષમાં તોફિક ઈસ્માઈલ મલેક ની હત્યા કરી હતી ત્યારબાદ 2018માં અદાલતે અયુબ મલેક અને બીજા 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

અયુબ ને વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો જ્યાં ૧૭મીના રોજ તેને ૧૪ દિવસની રજા પર મુક્ત કરાયો હતો તેને પહેલી જૂને જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે ફરાર થઈ ગયો હતો દરમિયાન વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે બાતમીના આધારે વડોદરાના એસએસજી હોસ્પિટલ પાછળ ભીમનાથ સર્કલ પાસેથી ઝડપી લીધો હતો.છેલ્લા ઘણાં સમયથી પોલીસ તેની તલાશમાં હતી એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...