તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:સમરસ હોસ્ટેલમાંથી ભાગેલો પોઝિટિવ દર્દી 24 કલાકે મળ્યો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિક્યુરિટી ગાર્ડે રોકતાં સ્ટાફનો હોવાનું કહી જતો રહ્યો હતો
  • જૂનીગઢીનો યુવક જાતે જ હોસ્પિટલમાં પરત ફરતાં હાશકારો

સયાજી હોસ્પિટલના એક્સ્ટેન્શન તરીકે કાર્યરત સમરસ હોસ્ટેલ કોવિડ સેન્ટરમાંથી ગુરુવારે બપોરે કોરોનાનો દર્દી ફરાર થઈ જતા દોડધામ મચી હતી. તંત્ર દ્વારા ફતેગંજ પોલીસની મદદ લેવામાં આવી હતી. જોકે 24 કલાક બાદ શુક્રવારે દર્દી જાતે જ પરત ફરતાં હોસ્પિટલ સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ અગેની માહિતી મુજબ જૂનીગઢી વિસ્તારમાં રહેતા યુવાનને પાંચ દિવસ અગાઉ કોરોનાની સારવાર માટે સમરસ હોસ્ટેલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ગુરુવારે બપોરે તે બહાર જતા તેને સિક્યુરિટી ગાર્ડ અટકાવી પૂછપરછ કરી હતી કોરોના પોઝિટિવ દર્દી પોતે સ્ટાફનો માણસ હોવાનું અને ડ્યુટી પૂરી થતા ઘરે જઈ રહ્યો હોવાનું જણાવતા જવા દેવામાં આવ્યો હતો.

દરમિયાન સારવાર કરનાર કર્મચારીઓએ યુવાનને ન જોતાં તેની શોધખોળ શરૂ થઈ હતી સીસીટીવી ની મદદથી તે બહાર જતો હોવાનું જણાઇ આવતા ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે 24 કલાક બાદ શુક્રવારે બપોરે યુવાન પરત આવતા હોસ્પિટલ સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...