એજયુકેશન:1915માં સ્થપાયેલી રાજકીય સંસ્કૃત પાઠશાળા 36 વર્ષ બાદ આખરે મહાવિદ્યાલયમાં પરિવર્તિત

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જયોતિષ કે કર્મકાંડની ડિગ્રી ના હોય તેવા લોકો આ કામ ન કરી શકે તેવો કાયદો બનાવાયો હતો
  • મહારાજાના આદેશથી કાશીના પંડિતોને બોલાવીને માંડવી ખાતે પાઠશાળા શરૂ કરાઇ હતી

જયોતિષ કે કર્મકાંડની ડિગ્રી ના હોય તેવા લોકો આ કામગીરી કરી ના શકે તેવો કાયદો મહારાજા સયાજીરાવે બનાવ્યો હતો. સૌ-પ્રથમ 1915 માં માંડવી ખાતે શ્રી રાજકીય સંસ્કૃત પાઠશાળાની શરૂઆત થઇ હતી જેને 1951માં સંસ્કૃત મહાવિદ્યાલય નામ અપાયું હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડ-૩ બહુ આયામી, દીર્ઘદૃષ્ટા અને સાચા અર્થમાં સત્યપ્રકાશક હતા.

સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક રામપાલ શુકલએ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કઇ રીતે થઇ તે વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ૩ એક દિવસ પોતાના સ્નેહીજનને ત્યાં કોઇક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા.

ત્યારે તેમણે ત્યાં ધાર્મિક યાજ્ઞિક પ્રસંગમાં કર્મકાંડી બ્રાહ્મણોના ઉચ્ચારણ વેદમંત્રો સાંભળીને વડોદરાના બદ્રીનાથ શાસ્ત્રી જોડે પોતાના અંગત વિચારો રજૂ કરીને ચર્ચા વિચારણા કરીને પોતાના રાજ્યના બ્રાહ્મણોને વધુ સારી રીતે સંસ્કૃત શ્લોકોના વધુ સ્પષ્ટ ઉચ્ચારણ અને છંદ-નાલ લયબંધ સાથે વેદના શિક્ષણની જરૂર હોય તેવું જણાવ્યું હતંુ.

તેમણે આ અંગે બદ્રીનાથ શાસ્ત્રીને પોતાનો અભિપ્રાય આપીને કહ્યું હતંુ કે આપણા રાજ્યમાં આપ કાશીના વિદ્વાન પંડિતોને બોલાવીને એક નવી રાજય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રોની પાઠશાળા-શૈક્ષણિક સંસ્થાની શરૂઆત કરો ત્યારે તે વખતે રાજાના નિવેદનથી બદ્રીનાથે કહ્યું હતંુ કે હાલમાં નટપુર (નડિયાદ) અને ચંદ્રોદય (ચાણોદ)માં આવી જ સંસ્કૃત શાસ્ત્રોની અઘ્યયન-અધ્યાપન માટે ની પાઠશાળા ચાલુ છે પણ જો આપણા રાજ્યમાં આવી જ રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રોની અધ્યયન-અધ્યાપન કાર્ય માટેની પાઠશાળા જો શરૂ કરીએ તો તેના માટે આપણે કાશીનગરીથી શાસ્ત્રજ્ઞાતા- વિદ્વાન- જ્ઞાની- કર્મકાંડી- ધર્મગુરુ- પંડિતોને બોલાવીને તેઓને સંસ્કૃતશાસ્ત્રોનું અધ્યાપન કાર્ય સોંપવા માટેનું નિવેદન કર્યુ

જેમાં મહારાજે તેઓને આ વિચાર પર અતિશિઘ્રથી નિર્ણય લઇને બદ્રીનાથ શાસ્ત્રીને જ કાશી મોકલીને કાશીના પ્રખર વિદ્વાન પંડિતોને આપણા રાજયમાં લાવવા માટે કહ્યું હતું અને ત્યારબાદ રાજયમાં રાજ્યસ્તરીય અને વિદ્યાલયની માન્યતા પ્રાપ્ત હોય તેવી સંસ્થાની શરૂઆત કરી, જેમાં વિદ્યાર્થીઓને સંસ્કૃત શાસ્ત્રોમાં મુખ્યત્વે વ્યાકરણશાસ્ત્ર, પૌરાધિક્શાસ્ત્ર (કર્મકાંડ), ન્યાયશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, જયોતિષશાસ્ત્રને પ્રાધાન્ય આપીને સુશિક્ષત કરવાનો આશય હતો.

વિદ્વાન ગુરુઓને પારિતોષિક ખર્ચ રાજા આપતા હતા
3 મે 1915ના રોજ વડોદરા રાજ્યના માંડવી ખાતે મહેતા પોળમાં આ સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી હતી, જેનું નામ “શ્રી રાજકીય સંસ્કૃત પાઠશાળા” રખાયુંુ હતું. આ પાઠશાળામાં રાજકીય સંસ્કૃત વેશભૂષા બદ્રીનાથ શાસ્ત્રીને તથા તમામ કાશીના પંડિતો અને તે વખતે ભણતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સંસ્કૃત શાસ્ત્રોની શિક્ષા સાથે પહેરવેશ પહેરાવીને પાઠશાળાની શરૂઆત કરી હતી, “શ્રી રાજકીય સંસ્કૃત પાઠશાળા” માં વિદ્વાન ગુરુઓને પારિતોષિક ખર્ચ (પારિમિક) રાજા પોતે આપતા હતા.

શ્રાવણમાસમાં “દક્ષિણા પરીક્ષા” વિદ્યાર્થીઓ માટે ફરજિયાત લેવાતી
“શ્રાવણમાસ દક્ષિણા પરીક્ષા” જે દર વર્ષે શ્રાવણમાસમાં તથા “સટી-સલાકા પરીક્ષા” વિદ્યાર્થીઓ ના માટે ફરજિયાત લેવામાં આવતી હતી અને તે પરીક્ષાના નિર્ણાયક માટે ભારતવર્ષમાંથી અનેક વિદ્વાનોને નિર્ણાયક તરીકે બેસાડવામાં આવતા હતા.

અગાઉ 150 વિદ્યાર્થી પ્રવેશ લેતા હતા, હવે 400થી વધુ વિદ્યાર્થી ભણી રહ્યાં છે

  • જૂની બિલ્ડિંગમાં 11 કલાસરૂમ હતા જેમાં 4-5 બેન્ચીસ મૂકાતી
  • 150 જેટલા વિદ્યાર્થીઓ જયોતિષ,કર્મકાંડ સહિતના અભ્યાસ ક્રમમાં દર વર્ષે પ્રવેશ લેતા હતા
  • 100 લોકોની ક્ષમતાનો એક હોલ હતો જયાં સંસ્કૃતના કાર્યક્રમો થતા
  • ​​​​​યુનિ. કેમ્પસમાં 6 કલાસ રૂમ છે જયાં 300 બેન્ચ મૂકી શકાય છે
  • હાલમાં ટેમ્પલ મેનેજમેન્ટ,કર્મકાંડ સહિતના 5 અભ્યાસક્રમમાં 400 વિદ્યાર્થી ભણી રહ્યા છે.
  • યુનિ. વિશાળ ઓડિટોરિયમ સાથે હવનકુંડ ખાતે કાર્યક્રમો થાય છે.

1990માં યુનિવર્સિટી કેમ્પસમાં સ્થળાંતર કરાયંુ
જયોતિષ કે કર્મકાંડની ડિગ્રી ના હોય તેવા લોકો આ કામગીરી કરી ના શકે તેવો કાયદો મહારાજા સયાજીરાવે બનાવ્યો હતો. જેની પાછળનો આશય એ હતો કે સંસ્કૃત પાઠશાળામાં ઉચ્ચ જ્ઞાન સાથે જયોતિષ તથા કર્મકાંડીઓ સમાજને મળે અને સંસ્કૃતિનો ફેલાવો થાય. હું પોતે માંડવી ખાતે મહાવિદ્યાલયમાં 1965માં પ્રવેશ લીધો,ત્યાર બાદ અધ્યાપક તરીકે જોડાયો હતો. 1990માં સંસ્કૃત મહાવિદ્યાલયનું માંડવી સ્થિત મકાન જર્જરિત થતાં મ.સ.યુનિ.માં હયાત બિલ્ડિંગમાં સ્થળાંતર કરાયું હતું. > કનુભાઇ પુરોહિત, નિવૃત્ત અધ્યાપક

અન્ય સમાચારો પણ છે...