હુમલો:પોલીસ જવાનનું માથું પછાડી છાતીમાં તિક્ષ્ણ હથિયાર માર્યું

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પીસીઆર પાર્ક કરવા બાબતે દુકાનદારનો હુમલો
  • છોડાવવા પડેલા 2 દુકાનદારો, 2 પોલીસ જવાનોને માર્યા

સમતા વિસ્તારના કુનાલ ચાર રસ્તા પર પીસીઆર વેન પાર્ક કરવા બાબતે દુકાનદારે પોલીસના કર્મચારીઓ પર હુમલો કરીને તેમને લોહીલુહાણ કરી દીધા હતા.બનાવની વિગત એવી છે કે, અલ્પેશભાઈ ઘનશ્યામભાઈની લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ડ્યુટી હતી.

સાંજના 7.45 વાગ્યે કુનાલ ચાર રસ્તા પાસે આવેલા સિગ્નેટ પ્લાઝા પાસે શિવાય હોમ ડેકોર પાસે કોન્સ્ટેબલ ડાહ્યાભાઈ ચીકાભાઈ ઉભા હતા. અલ્પેશભાઈ ત્યાં ગાડી પાર્ક કરતા દુકાન માલિક પાર્થ દરજી (રહે-રુક્ષ્મણી કોમ્પ્લેક્ષ, રાજમહેલ રોડ)એ ગાડી પાર્ક કરવા બાબતે ગાળો આપતા ડાહ્યાભાઈએ ગાળો બોલવાની ના પાડતા પાર્થે તેમની ફેટ પકડીને તેમનું માથું શટર પર પછાડ્યું હતું. અને દુકાનમાંથી લોંખડનું પોકર લઈને ડાહ્યાભાઈની છાતીમાં માર્યું હતુ.

ઝગડો થતા પાર્થની દુકાનની બાજૂની દુકાનના માલિક અંકિતભાઈ અને પ્રતિકભાઈ ઝગડો શાંત કરવવા વચ્ચે પડતા પાર્થે તેમને પણ પોકર મારતા બંન્ને હાથના ભાગમાં ઈજા પહોંચી હતી. કોન્સ્ટેબલ સુરેશભાઈ,અલ્પેશભાઈ અને ડાહ્યાભાઈ પાર્થની દુકાનમાં ગયેલ ત્યારે તે ડંડો લઈને બેઠો હતો અને તે ડંડો મારી સુરેશભાઇને લોહીલુહાણ કરી દીધા હતા. તમામ ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. અલ્પેશભાઈએ પાર્થ દરજી વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પાર્થની અટકાયત કરી હતી. તેનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા તને કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડ માંગવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...