ધરપકડ:બૂટલેગરના ખિસ્સામાંથી પોલીસનું આઇકાર્ડ મળ્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દારૂના કટિંગ સમયે જ પીસીબીએ રેડ પાડી હતી
  • પોલીસ જવાનનો વીડિયો વાઇરલ થયા બાદ દરોડો પાડ્યો

મકરપુરા પોલીસ મથક હેઠળ આવતા તરસાલીમાં પીસીબીએ શુક્રવારે દારૂના કટિંગ સમયે જ પાડેલા દરોડા દરમ્યાન બાપોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા એલઆરડી જવાનનું આઇડી કાર્ડ એક બુટલેગરના ખિસ્સામાંથી મળી આવ્યું હતું. આ અંગેનો ઉલ્લેખ મકરપુરા પોલીસ મથકે નોંધાયેલી એફઆરઆઇમાં કરવામાં આવ્યો છે. જેને લઈ મકરપુરા પોલીસ મથકના પીએસઆઈએ બુટલેગર પાસે પોલીસનું આઇ કાર્ડ કેવી રીતે આવ્યું એની તપાસ હાથ ધરી છે.

ત્રણ દિવસ પહેલાં એલસીબીનો જવાન રૂપિયા લેતા વાઇરલ થયેલા વિડિયો બાદ બંને જવાનો ને ડીસીપીએ સસ્પેન્ડ કર્યા હતાએ વિડિયો વાઇરલ કરવાનો જેની ઉપર આરોપ છે. એવા કુખ્યાત બુટલેગર પ્રદીપ ઉર્ફે લાલાને પીસીબીની ટીમે દારૂના કટિંગ સમયે જ ઝડપી પાડયો હતો.

તરસાલી ખાતે યુએલસીના મકાન પાસેના ખુલ્લા મેદાનમાં પ્રદીપ સાથે અન્ય બુટલેગર ધવલ કિશોરભાઈ પ્રજાપતિ પણ ઝડપાયો હતો. એની અંગજડતી પોલીસે કરતા એના પેન્ટના ખિસ્સામાંથી એક પર્સ મળ્યું હતું. જેમાં રોકડ રકમ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ ઉપરાંત પોલીસનું આઇ કાર્ડ પણ મળ્યું હતું. આ આઇ કાર્ડ ઉપર ગુજરાત પોલીસ કાર્ડ નંબર 61 અને ભાર્ગવ.એસ.ગઢવી યુએલઆરડી બક્કલ નંબર 2146 વડોદરા સિટી લખેલું હતું. જોકે આ કાર્ડ ફોટાવાળુ ઝેરોક્ષ સ્માર્ટ કાર્ડ હોવાનું એફઆરઆઇમાં નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...