તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Police Complaint Was Lodged Against A Mob Of 50 To 70 People For Vandalism After The Death Of A Woman At Siddhi Hospital In Vadodara

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વડોદરાની સિદ્ધિ હોસ્પિટલમાં મહિલાના મૃત્યુ બાદ તોડફોડ મામલે 50થી 70 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ, ટોળાએ ડોક્ટરને માર માર્યો હતો

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલા દર્દીનું રવિવારે રાત્રે મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી - Divya Bhaskar
મહિલા દર્દીનું રવિવારે રાત્રે મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી
  • ટોળાએ ડોક્ટર કૌશલ પ્રજાપતિને માર મારીને હોસ્પિટલમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું

વડોદરાના દાંડિયા બજારમાં આવેલી સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મહિલા દર્દીનું રવિવારે રાત્રે મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ મામલે સિદ્ધી હોસ્પિટલના ડો. જયેશ રાજપુરાએ ફરિયાદ કરતા પોલીસે મૃતક મહિલાના પતિ સહિત 50થી 70 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હોસ્પિટલ સામે નિષ્કાળજીનો આક્ષેપો મૂકીને પરિવારે હોબાળો મચાવ્યો હતો
વડોદરાના પાણીગેટ જુનીગઢીમાં રહેતા હર્ષિદાબેન જીતેન્દ્રભાઇ સોલંકી(ઉં.35)ને 31 માર્ચના રોજ દાંડિયા બજારમાં આવેલી સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું રવિવારે મોડી સાંજે મોત નીપજ્યું હતું. પરિવારજનોને હર્ષિદાબેનનું મોત થયું હોવાના સમાચાર મળતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને હોસ્પિટલ સામે નિષ્કાળજીનો આક્ષેપો મૂકી હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી.

પરિવારનો બેદરકારીને કારણે મોત થયાનો આક્ષેપ
આ બનાવમાં પરિવારજનોએ હોસ્પિટલમાં નાણાં ન ભરતા યોગ્ય સારવાર આપવામાં આવી ન હોવાથી હર્ષિતાબેનનુ મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, દર્દીને કોરોના પણ ન હતો. કારણ કે જે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાતું નહોતુજોકે, હોસ્પિટલના ડો. જયેશ રાજપુરાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પેશન્ટનો 1લી એપ્રિલના રોજ કરવામાં આવેલો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટર દ્વારા શહેરની લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવાને બદલે અમદાવાદની પેનજીનેમિક લેબોરેટરીમાં કરવામાં આવ્યો હતો.ં.

બેમાંથી કયો રિપોર્ટ સાચો?
હર્ષિતાબેનનું મોત નીપજતાં તેઓનું પોસ્ટમોર્ટમ સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પહેલા કરવામાં આવેલો RTPCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યારે સવાલ એ છે કે, સિદ્ધિ મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ દ્વારા કરાવવામાં આવેલો કોરોના રિપોર્ટ સાચો કે સયાજી હોસ્પિટલમાં કરવામાં આવેલો કોરોના રિપોર્ટ સાચો?

50થી 70 જેટલા લોકોના ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ કરી
દાંડિયા બજાર ખાતે આવેલી સિદ્ધિ હોસ્પિટલમાં મોડી રાતે દર્દીનું મોત નિપજતા રોષે ભરાયેલા પરિવારજનોએ કરેલી તોડફોડમાં હોસ્પિટલની ઓક્સિજનની લાઇન પણ તૂટી ગઈ હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં કાચ, ફર્નિચર સહિતની ટોળાએ તોડફોડ કરી હતી. 50થી 70 જેટલા લોકોના ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડના પગલે હોસ્પિટલના તબીબો સ્ટાફ તેમજ હોસ્પિટલમાં કોરોનામા સારવાર લઈ રહેલા તેમજ અન્ય બીમારીઓના દર્દીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

ટોળાએ ડોક્ટર કૌશલ પ્રજાપતિને માર મારીને હોસ્પિટલમાં તોડફોડ કરી
આ અંગે સિદ્ધિ હોસ્પિટલના ડો. જયેશ રાજપરાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે રાવપુરા પોલીસે મૃતક મહિલાના પતિ જીતેન્દ્ર સોલંકી, મણીભાઇ સોલંકી, રવિ સોલંકી, નરેશ સોલંકી અને તુષાર સોલંકી સહિત 50થી 70 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ પ્રમાણે ટોળાએ ડોક્ટર કૌશલ પ્રજાપતિને માર મારીને હોસ્પિટલમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો