મંદિરનું સ્થળાંતર:જૂના પાદરા રોડના હનુમાન મંદિરને હટાવવાનો તખ્તો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓપી રોડ પર આવેલું પૌરાણિક હનુમાનજીનું મંદિર. - Divya Bhaskar
ઓપી રોડ પર આવેલું પૌરાણિક હનુમાનજીનું મંદિર.
  • પૂજારીને પાલિકામાં બોલાવી સ્થળાંતર માટે જણાવાયું
  • રવિવારે મેયર, MLA, દંડક, સિટી ઇજનેરની હાજરી

શહેરમાં સૌથી લાંબા બ્રિજ બનાવવામાં જીઈબી કોલોની પાસે આવેલા પૌરાણિક હનુમાનજીના મંદિરને હટાવવા માટે મંદિરના નામે જીતેલા નેતાઓ ફરીથી સક્રિય થઈ દબાણ શરૂ કર્યું હોવાનું સપાટી પર આવતાં વિવાદ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારના દિવસે કોર્પોરેશનમાં સિટી એન્જિનિયર સહિત મેયર, અકોટાનાં ધારાસભ્ય અને અધિકારીઓએ હાજર રહી મંદિરના મહંતને બોલાવી બેઠક યોજી મંદિરનું સ્થળાંતર કરવાનું કહી મંદિર હટાવવાનો તખ્તો ઘડી કાઢ્યો હતો.

શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે. જેમાં જીઈબી કોલોની નજીકનું પૌરાણિક હનુમાનજીનું મંદિર નડતરરૂપ હોવાના દાવા સાથે તેને દૂર કરવાની કવાયત ફરી હાથ ધરાઇ છે. ત્રણ મહિના અગાઉ મંદિરને હટાવવા ઉતાવળા થયેલા પાલિકાના અધિકારીઓએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે મંદિરના નામે જીતેલા નેતાઓ ફરીથી મંદિરને હટાવવા દબાણ કરી રહ્યા છે. બ્રિજનું કામ આગળ વધતા રવિવારે પાલિકામાં બ્રિજ પ્રોજેક્ટના અધિકારી રવિ પંડ્યાએ હનુમાનજી મંદિરના મહંત ચેતન મહારાજને બોલાવી મંદિર વિધિવત રીતે હટાવવા જણાવ્યું હતું.

જોકે ચેતન મહારાજે મંદિર વર્ષો પુરાણું હોવાથી તેને હટાવવાની સ્પષ્ટ ના પાડી હતી. ત્યારબાદ અધિકારીઓ તેમને મેયર કેયુર રોકડીયા પાસે લઈ ગયા હતા. જ્યાં ચેમ્બરમાં ધારાસભ્ય સીમાબેન મોહિલે તથા દંડક ચિરાગ બારોટ હતા. તેઓએ પણ ચેતન મહારાજને મંદિરને હટાવી લઈ વિધિવત અન્યત્ર સ્થાપનાનું જણાવ્યું હતું.

શહેરમાં ધાર્મિક સ્થાનોના ગેરકાયદેસર બાંધકામ અંગે છેલ્લા કેટલાક સમયથી વિવાદો ચાલી રહ્યા છે. જેમાં તાંદલજા વિસ્તારની મસ્જિદના ગેરકાયદે બાંધકામ તોડવા ભાજપના કોર્પોરેટર નિતીન દોંગાએ કોર્પોરેશનની સભામાં અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતો કરી હતી. છતાં ગેરકાયદેસર બાંધકામ તોડાયાં નથી. બીજી બાજુ નડતરરૂપ નથી એવા પૌરાણિક હનુમાનજીના મંદિરના સ્થળાંતર માટે કોર્પોરેશન તૈયાર થયું છે.

અન્ય સમાચારો પણ છે...