શમાનો ગ્લેમરસ અવતાર:સેલ્ફ મેરેજ કરવા માંગતી વડોદરાની શમા બિંદુના મોડલને પણ ટક્કર મારે તેવા હટકે ફોટો, સ્વિમ શૂટમાં લગાવી આગ

વડોદરા23 દિવસ પહેલા
શમા બિંદુની સ્વિમ શૂટની તસવીર (તમામ ફોટો સૌજન્ય: Instagram/kshamachy)
  • 24 વર્ષની શમા 11મી જૂને પોતાની સાથે ભારતીય પરંપરા મુજબ લગ્ન કરશે

વડોદરાની યુવતી શમા બિંદુ પોતે જ પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરતા ચર્ચામાં આવી ગઈ છે. 24 વર્ષની શમા બિંદુ આગામી 11 જૂને લગ્ન કરવા જઇ રહી છે, પરંતુ તેમના આ લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેના આ લગ્ન રીતિ-રિવાજ અને ફેરાથી લઈને ભારતીય પરંપરા પ્રમાણે જ થશે, પરંતુ એમાં બસ વરરાજા નહીં હોય. આ લગ્ન ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે. જોકે ક્ષમાના આ નિર્ણય બાદથી સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર્સ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે શમાના સોશિયલ મીડિયા પર કેટલાક હટકે ફોટો છવાયા છે જેમાં તે બોલિવૂડની કોઈ એક્ટ્રેસ કે મોડલને પણ ટક્કર આપે તેવી લાગી રહી છે.

આત્મ-વિવાહની વાતને લઈને ચર્ચામાં છે શમા બિંદુ
આત્મ-વિવાહની વાતને લઈને ચર્ચામાં છે શમા બિંદુ

હું પોતાની જાતને પ્રેમ કરું છું
પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતી શમા કહે છે કે નાનપણમાં જ મને વિચાર આવ્યો હતો હતો કે મારી પોતાની સાથે જ લગ્ન કરવા છે, પણ હવે એ સ્વપ્નને હું સાકાર કરવા જઇ રહી છું. લોકો આ પ્રકારના લગ્નને અયોગ્ય માની શકે છે, પરંતુ હું કહેવા માગું છું કે મહિલાનું પણ મહત્ત્વ હોય છે. તે એ વ્યક્તિ સાથે લગ્ન કરે છે, જેને તે પ્રેમ કરે છે. હું પોતાને જ પ્રેમ કરું છું, જેથી હું આત્મ-વિવાહ કરવા જઇ રહી છું.

મૂળ બિહારની શમા બિંદુ છેલ્લા 4 વર્ષથી વડોદરામાં રહે છે
મૂળ બિહારની શમા બિંદુ છેલ્લા 4 વર્ષથી વડોદરામાં રહે છે

ખૂબ મુશ્કેલીથી પંડિત મળ્યા
મારા મિત્રો, સંબંધીઓ અને સહકર્મી સાથે રહેશે. માતા-પિતા વીડિયો કોલિંગથી હાજર રહેશે, પણ વરરાજા નહીં હોય, હું જાતે જ સિંદૂર લગાવીશ. હું ફેરા એકલી જ લઇશ. વરમાળા એક જ હશે. પંડિત શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. 25 લોકોને ફોન કર્યા પછી એક પંડિત મળ્યા છે. તેમને પણ અડધો કલાક બેસીને સમજાવવા પડ્યા હતા. હવે તેઓ લગ્ન કરાવવા તૈયાર થઈ ગયા છે. વેબસિરીઝ જોઇને પોતાની સાથે લગ્ન કરવાની પ્રેરણા મળી હતી. હું દુલ્હન બનવા માગું છું, પણ પત્ની બનવા માગતી નથી. મેં ચણિયાચોળી, ધોતી કુર્તા, સાડી અને જ્વેલરી ખરીદી છે. લગ્નના દિવસે હું ચોલી પહેરવાની છું. હું બાળક એડોપ્ટ કરીશ અને તેમ ન કરી શકી તો NGOમાં બાળકો માટે કામ કરીશ.

શમાના આત્મ-વિવાહને માતા-પિતાએ મંજૂરી આપી.
શમાના આત્મ-વિવાહને માતા-પિતાએ મંજૂરી આપી.

માતા-પિતા દીકરીના આ નિર્ણયથી ખુશ
શમા બિંદુના માતા-પિતા પણ પોતાની દીકરીના આ નિર્ણયથી ખુશ છે. તેમને આ લગ્નને આશીર્વાદ પણ આપ્યા છે. શમાએ પોતાની માટે ગોત્રી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં 5 બાધા પણ રાખી છે. લગ્ન પછી શમા હનિમૂન માટે ગોવાને પસંદ કર્યું છે, ત્યાં તે બે અઠવાડિયાં સુધી રહેશે.

વડોદરામાં સિનિયર રિક્રુટર તરીકે નોકરી કરે છે
વડોદરામાં સિનિયર રિક્રુટર તરીકે નોકરી કરે છે

વડોદરામાં છેલ્લા 4 વર્ષથી રહે છે
શમા મૂળ બિહારની વતની છે અને તે વડોદરામાં છેલ્લા 4 વર્ષથી રહે છે. હાલમાં તે વડોદરા શહેરની ખાનગી કંપનીમાં સિનિયર રિક્રુટરની પોસ્ટ પર નોકરી કરે છે. તેણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બી.એ. સુધી અભ્યાસ કર્યો છે.

વરરાજા વિના વડોદરાના મંદિરમાં લગ્ન યોજાશે.
વરરાજા વિના વડોદરાના મંદિરમાં લગ્ન યોજાશે.
25 લોકોને ફોન કર્યા પછી એક પંડિત મળ્યા.
25 લોકોને ફોન કર્યા પછી એક પંડિત મળ્યા.
લગ્નમાં માતા-પિતા વીડિયો કોલિંગથી હાજર રહેશે.
લગ્નમાં માતા-પિતા વીડિયો કોલિંગથી હાજર રહેશે.
વેબસિરીઝ જોઇને પોતાની સાથે લગ્ન કરવાની પ્રેરણા મળી.
વેબસિરીઝ જોઇને પોતાની સાથે લગ્ન કરવાની પ્રેરણા મળી.
લગ્ન બાદ શમા બાળક એડોપ્ટ કરશે અને તેમ ન કરી શકે તો NGOમાં બાળકો માટે કામ કરશે.
લગ્ન બાદ શમા બાળક એડોપ્ટ કરશે અને તેમ ન કરી શકે તો NGOમાં બાળકો માટે કામ કરશે.
લગ્ન માટે ગોત્રી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં 5 બાધા પણ રાખી છે.
લગ્ન માટે ગોત્રી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં 5 બાધા પણ રાખી છે.
આત્મ-વિવાહના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર શમા બિંદુ છવાઈ
આત્મ-વિવાહના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર શમા બિંદુ છવાઈ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બી.એ. સુધી અભ્યાસ કર્યો છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બી.એ. સુધી અભ્યાસ કર્યો છે.
શમાના આ લગ્ન ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે.
શમાના આ લગ્ન ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે.
નાનપણથી જ પોતાની સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો હતો.
નાનપણથી જ પોતાની સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો હતો.
લગ્નમાં રિતિ-રિવાજ મુજબ પોતાને જ સિંદૂર લગાવશે.
લગ્નમાં રિતિ-રિવાજ મુજબ પોતાને જ સિંદૂર લગાવશે.
અન્ય સમાચારો પણ છે...