તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Person Who Took 10 Bags Of Milk For Free By Showing Modi's Selfie Filed A Crime Against The Organizers The Next Day For Violating Social Distance.

રાજકીય તાપમાં દૂધ ‘ફાટ્યું’:મોદીની સેલ્ફી બતાવી મફતમાં 10 થેલી દૂધ લેનારે આયોજકો સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગની અરજી કરતાં બીજા દિવસે ગુનો નોંધાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
PMનો ફોટો બતાવી 10 થેલી દૂધ મફતમાં લઇ જનાર જિગ્નેશ નાયકે કાર્યક્રમમાં ભીડ હોવા છતાં માસ્ક ગળે પહેર્યો હતો. - Divya Bhaskar
PMનો ફોટો બતાવી 10 થેલી દૂધ મફતમાં લઇ જનાર જિગ્નેશ નાયકે કાર્યક્રમમાં ભીડ હોવા છતાં માસ્ક ગળે પહેર્યો હતો.
  • પોલીસે આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી સ્વેજલ વ્યાસની અટકાયત કરી
  • રાજકીય દોરીસંચારમાં કાર્યવાહી કરાયાનો આક્ષેપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો બતાવીને 10 થેલી દુધ લઈ જનારા જીગ્નેશ નાયકે ગોરવા પોલીસ સ્ટેશનમાં પહોચી ટીમ રિવોલ્યુશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું હોવાથી કાર્યવાહી કરવા લેખીતમાં અરજી કરી હતી. જેને પગલે કાર્યક્રમમાં સ્થળ પર હાજર ગોરવા પોલીસે 24 કલાક બાદ સંસ્થાના સંચાલક સ્વેજલ વ્યાસ સહિતના આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી સ્વેજલ વ્યાસની અટકાયત કરી હતી.

ઉલ્લેખનિય છે કે, આ કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત પણ હતો. ત્યારે ભીડ હોવાથી કાર્યવાહી કરાઇ ન હતી. પરંતુ બીજા દિવસે અરજી આધારે ગુનો દાખલ કરાયો હતો. ભાજપ વિરોધી કાર્યક્રમ હોવાથી રાજકીય દોરીસંચાર હેઠળ કાર્યવાહી કરાઇ હોવાના આક્ષેપ પણ થઇ રહ્યાં છે.

દૂધના ભાવ વધારા સામે વિરોધ કરવા ટીમ રિવોલ્યુશન દ્વારા રવિવારે ગોરવા આઈટીઆઈ ખાતે મફત દુધ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં વડાપ્રધાન,મુખ્યમંત્રી,ધારાસભ્યો અને કોર્પોરેટર સાથેનો સેલ્ફી ફોટો બતાવીને 10 થી 2 થેલી સુધી લઈ જવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં 3300 લોકોએ દુધ મફત મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં જીગ્નેશ નાયક નામના રહીશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો બતાવીને 10 થેલી દુધ મેળવ્યું હતું.ત્યાર બાદ તેઓ સીધા ગોરવા પોલીસ સ્ટેશન પહોચ્યાં હતાં. જીગ્નેશ નાયકે જણાવ્યું હતું કે, ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજી સ્વરૂપે આપી હતી કે, ટીમ રિવોલ્યુશન સંસ્થાના વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. મારા સહિત અન્ય કેટલાય લોકોએ માસ્ક નહોતું પહેર્યું. જેથી આયોજકો સામેકાર્યવાહી કરવી જોઈએ. જેને પગલે કાર્યક્રમમાં હાજર ગોરવા પોલીસે બીજા દિવસે આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને સ્વેજલ વ્યાસની અટકાયત કરી હતી. સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે સ્થળ પર ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રખાયું હતું. તેમજ પોલીસ બંદોબસ્ત પણ હતો. ફરિયાદ ખોટી હોવાથી તેને રદ કરવી જોઈએ.

માસ્ક ન પહેરવા બદલ હું 1 હજારનો દંડ ભરવા તૈયાર
પીએમનો ફોટો બતાવી 10 થેલી દૂધ મફતમાં લઇ જનાર જિગ્નેશ નાયકે કાર્યક્રમમાં ભીડ હોવા છતાં માસ્ક ગળે પહેર્યો હતો. તેમણે અરજીમાં લખ્યું હતું કે હું હું માસ્ક ન પહેરવા બદલ રૂા.1 હજારનો દંડ ભરવા તૈયાર છું પણ આયોજકો સામે ગુનો નોંધો.

પાલિકાએ સ્ટ્રક્ચર તોડી પાડ્યું
ગોરવા આઈટીઆઈ પાસે જયનારાયણ સોસાયટી ખાતે ટીમ રિવોલ્યુશન દ્વારા 4 જુલાઈને રવિવારના રોજ ભાવ વધારાનો અનોખી રીતે વિરોધ કરવા મફત દુધ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. જ્યાં એક સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું હતું.આ સ્ટ્રક્ચરને પાલિકાએ સોમવારે તોડી પાડ્યું હતું. ભાજપ વિરોધી કાર્યક્રમને પગલે શાસકોના પેટમાં તેલ રેડાતા રાજકીય રાગદ્વેષ રાખી કાર્યવાહી કરી હોવાનો સંસ્થાના આયોજકોએ આક્ષેપ કર્યો હતો.

ભાજપના નેતાઓ સામે પણ ગુનો નોંધો: વ્યાસની વળતી અરજી
ભાવ વધારાના વિરોધમાં મફત દૂધ વિતરણનો કાર્યક્રમ યોજનાર ટીમ રિવોલ્યૂશન સંસ્થાના આયોજક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો. જેની સામે સ્વેજલ વ્યાસે ગોરવા પોલીસના પીઆઈને અરજી સ્વરૂપે ફરીયાદ આપીને જણાવ્યું છે કે, ગોરવા પંચવટી સોસાયટીની સામે બીજેપીના આયોજનમાં સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, મેયર કેયુર રોકડીયા, કોર્પોરેટરો રાજેશ પ્રજાપતિ અને મીના ચૌહાણ દ્વારા 3 જુલાઈના રોજ સાર્વજનિક કિટ વિતરણનો પ્રોગ્રામ રાખી 200-300 લોકોને ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. તો તેમના વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...