ધરપકડ:રિક્ષાઓની ચોરી કરી ફેરવ્યા બાદ બિનવારસી છોડી દેતો શખ્સ ઝબ્બે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજવા રોડ હાઇવે પર મહાદેવ હોટલ પાસેથી ઝડપાયો
  • વડોદરા​​​​​​​ ઉપરાંત અન્ય શહેરોમાં પણ ગુના નોંધાયેલા છે

છેલ્લા કેટલાય સમયથી નાસતા-ફરતા રિક્ષા ચોરીમાં સંડોવાયેલા આરોપીને શહેર ક્રાઈમ બ્રાન્ચે આજવા રોડ પાસે નેશનલ હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ વડોદરા અને રાજ્યના અન્ય શહેરમાં પણ ગુના નોંધાયેલા છે.

આજવા રોડથી વાઘોડિયા ચોકડી તરફ જતા હાઈવે પર મહાદેવ હોટલ પાસે રિક્ષા ચોરીનો આરોપી આવ્યો હોવાની બાતમી મળતાં ક્રાઈમ બ્રાન્ચ પહોંચી હતી. જ્યાંથી પોલીસે મહેબૂબખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તેણે સુરતથી એક રિક્ષા ચોરી કરી હતી અને તેને ફેરવ્યા બાદ અમદાવાદમાં વેચી કાઢી હતી.

બાદમાં રિક્ષા પરત લઈ લીધી હતી અને પાછી નહોતી આપી. 1 મહિના પહેલાં તેણે વડોદરાના પંડ્યા બ્રિજ પાસેથી રિક્ષા ચોરી કરીને તેને ફેરવ્યા બાદ બિનવારસી મૂકી દીધી હતી. ઉપરાંત 20 દિવસ પહેલાં બરાનપુરામાંથી રિક્ષા ચોરી કરીને ફેરવ્યા બાદ સુરતમાં બિનવારસી મૂકી દીધી હતી.

મહેબૂબખાન પઠાણ વિરુદ્ધ ચોરીના અમદાવાદમાં 4 ગુના, મહેસાણામાં 1 ગુનો, વડોદરામાં 1 ગુનો, દાહોદમાં 1 ગુનો, ભરૂચમાં 2 ગુનો અને સુરતમાં 3 ગુના નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...