કોન્ટ્રાક્ટરનું ડહાપણ:વડોદરા શહેરના વાડી વિસ્તારમાં પાણી ભરેલા ખાડામાં ડામરથી પેચવર્ક કરી દીધું

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપણા આંગણે આપણા રૂપિયાના વેડફાટનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ
  • પુરાણની જગ્યાએ પેચવર્ક થતાં લોકોએ વીડિયો વાઇરલ કર્યો

શહેરના વાડી વિસ્તારમાં પડેલા ખાડા પર ભર વરસાદમાં પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે. શહેરના વાડી વિસ્તારમાં સવારે વરસાદ પડ્યા બાદ રોડ પર પાણી ભરાયેલા હોવા છતાં ખાડા પૂરવા ડામર મિક્સ પાથરવામાં આવી રહ્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે.

પાલિકાના અધિકારીઓની અણઘડ કામગીરીના કિસ્સાનો ભૂતકાળ સાક્ષી છે. જેમાં તાજેતરમાં જ પીએમ મોદીના પ્રવાસ ટાણે માટી સાફ કર્યા વિના ડામર પથરાયો હતો. જે હાસ્યાસ્પદ બન્યુ હતું. પોલો ગ્રાઉન્ડથી જયરત્ન ચાર રસ્તા સુધી નાખવાની કામગીરી બાદ પુરાણ કરવામાં આવ્યું હતું અને તેના પર કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું. જોકે નજીવા વરસાદમાં જ કરેલું કાર્પેટિંગ ધોવાઈ ગયું હતું.

ત્યારે પાલિકાની પણ અણઆવડતનો વધુ એક કિસ્સો સપાટી પર આવ્યો છે. શહેરના વાડી રંગમહાલનો વિડીયો વાયરલ થયો છે. જેમાં સવારે પડેલા વરસાદ બાદ રોડ પર પાણી ભરાયેલા હતા. તે સમયે પાલિકાના ડમ્પરમાંથી કોન્ક્રીટ મિક્સ ઠાલવવામાં આવ્યું હતું અને રોલર વડે તેનું કારપેટિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર પરેશ પટેલે જણાવ્યું કે, ડામરનો વેસ્ટેજ માલ નંખાયો હશે. સામાન્ય રીતે વરસાદમાં પાણી ભરેલા હોય ત્યારે ડામર મિક્સ નખાતું નથી.

અન્ય સમાચારો પણ છે...