તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકિંગ:CBIના નકલી ID સાથે ટ્રેનમાં પ્રવાસ કરતો મુસાફર ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રેનમાં સીબીઆઇના નકલી આઇકાર્ડ સાથે મુસાફરી કરનાર શખ્સ. - Divya Bhaskar
ટ્રેનમાં સીબીઆઇના નકલી આઇકાર્ડ સાથે મુસાફરી કરનાર શખ્સ.
  • હરિદ્વાર-બાંદ્રા ટ્રેનમાંથી પકડાયેલા શખ્સના આધારકાર્ડની પણ તપાસ

મુંબઈના ચેકિંગ સ્ટાફ દ્વારા ગુરુવારે હરિદ્વાર-બાંદ્રા ટ્રેનમાં ટિકિટ ચેકિંગ વેળા સીબીઆઇનું નકલી આઇકાર્ડ બનાવી મુસાફરી કરી રહેલા વ્યક્તિને ઝડપી પાડી વડોદરા રેલવે પોલીસને સોંપવામાં આવ્યો હતો.

મુંબઈ ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા જાણવા મળેલી વિગતો મુજબ તેઓ અમદાવાદ-મુંબઇ રૂટ ઉપર ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાન હરિદ્વારથી આવતી ટ્રેનમાં રિયાઝ નામના વ્યક્તિએ પોતે સીબીઆઇનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું તેમજ તેણે પોતાનું આઈ કાર્ડ બતાવતાં ચેકિંગ સ્ટાફને શંકા ગઇ હતી. જેને પગલે તેનું આધારકાર્ડ પણ ચેક કરવામાં આવ્યું હતું. તપાસ કરતાં તેનું સીબીઆઇનું કાર્ડ નકલી હોવાનું જણાતાં તેની અટકાયત કરવામાં આવી હતી. રિયાઝ નામના વ્યક્તિનું આધારકાર્ડ ઓરિજિનલ છે કે નહીં તે અંગે પણ જીઆરપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...