ખુશીનો માહોલ:ઝુઓલોજીના 7 વિદ્યાર્થીઓને 7 લાખનું પેકેજ ઓફર કરાયું

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓછા પેકેજની અપેક્ષા હોય ત્યાં ખુશીનો માહોલ
  • ખાનગી કોંચિંગ કલાસમાંથી ઓફર પ્રાપ્ત થઇ

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં 7 વિદ્યાર્થીઓને 7 લાખ રૂપિયાના પેકેજની ઓફર પ્રાપ્ત થઇ છે. તમામ વિદ્યાર્થીઓને ખાનગી કોંચીગ કલાસમાંથી આસી.લેકચરર તરીકેની ઓફર મળતાં તેઓ લેક્ચરર તરિકે હવે ફરજ બજાવશે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજી વિભાગમાં કેમ્પસ પ્લેસમેન્ટનો દર ઓછો હોય છે. ત્યારે ફેકલ્ટીમાં ઝુઓલોજી વિભાગના 7 વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટમાં જોબ મળી છે. એક સાથે તમામ વિદ્યાર્થીઓને આકાશ બાયજૂસમાં આસીસ્ટન્ટ લેકચર તરીકે 7 લાખ રૂપિયાનું સ્ટાર્ટીંગ પેકેજ આપવામાં આવ્યું છે.

ખાનગી કોચીંગ સંસ્થામાં આ પ્રકારે ઝુઓલોજી વિભાગના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હોય તેવી આ યુનિવર્સિટીની પહેલી ઘટના છે. મોટા ભાગે ઝુઓલોજીના વિદ્યાર્થીઓ સરકારી નોકરી, એનજીઓ, મલ્ટી નેશનલ કંપનીઓમાં નોકરી કરતાં હોય છે. ત્યારે ખાનગી કોંચીગ સંસ્થાઓમાં પણ ઝુઓલોજીના વિદ્યાર્થીઓની ડિમાન્ડ વધી છે અને 7 વિદ્યાર્થીઓની પસંદગી ખાનગી ક્લાસીસ દ્વારા કરવામાં આવી છે. જે 7 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે તેમાં 4 છોકરીઓ અને 3 છોકરાઓનો સમાવેશ થાય છે.

સાયન્સ ફેકલ્ટીમાં યોજવામાં આવેલા કેમ્પસ પ્લેસમેન્ટમાં વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની પસંદગી થતી હોય છે. ફેકલ્ટી દ્વારા પણ કંપનીઓને ફેકલ્ટીમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે. સામાન્ય રીતે સાયન્સ ફેકલ્ટીમાં અન્ય વિભાગોમાં વિદ્યાર્થીઓને મોટા પેકેજની ઓફર કરવામાં આવતી હોય છે. જો કે ઝુઓલોજીમાં આટલા પેકેજની ઓફર થતાં વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી છે. દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેમ્પસ ઇન્ટરવ્યુમાં જ પસંદગી પામતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...