તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તોડપાણીનો મામલો:વડોદરામાં દારૂનો કેસ ન કરવા 20 હજાર રૂપિયા પડાવનાર કોન્સ્ટેબલના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં મોકલાયો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર - Divya Bhaskar
આરોપી પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર
  • રિમાન્ડ દરમિયાન કોન્સ્ટેબલના 3 સાગરીત અંગે પણ પોલીસ તેની પૂછપરછ કરી

મુંબઈના યુવકની ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળતા માંજલપુર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલે કેસ ન કરવા માટે રૂ.20 હજારની લાંચ લીધા બાદ એપલ વોચ, ગુગલ પીક્સલ ફોન અને રૂ.18 હજાર રોકડા પણ ગાડીમાંથી કાઢી લીધા હતા. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસરના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો છે. કોન્સ્ટેબલે અગાઉ કેટલા ગુનાઓ આચર્યા છે તેની પણ પોલીસ તપાસ થશે. આ ઉપરાંત તેના 3 સાગરીતો અંગે પણ પોલીસ તેની પૂછપરછ કરશે.

પોલીસકર્મીએ દારૂનો કેસ કરવાની ધમકી આપી હતી
મુંબઈના ભાન્ડુપ (વેસ્ટ)માં રહેતો અમીતકુમાર (ઉ.વ.42) કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરે છે. અમીત 12 નવેમ્બર 2020ના રોજ બપોરે 3 વાગે પોતાની હુંડાઈ કાર લઈ મુંબઈથી ઉદયપુર જવા નિકળ્યો હતો. મેપના આધારે અમીત ચાપડ ગામ થઈ આગળના રસ્તા પર જતા એક સ્કોર્પિયો ગાડી બહાર ઉભેલા પોલીસકર્મી સહિત બે વ્યક્તિઓએ ગાડી રોકાવી હતી. પોલીસકર્મીએ ગાડી ચેક કરતા અમીતની ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી. અમીતને ગાડી પોલીસ સ્ટેશન લઈ લો તેમ કહી,તેની ગાડીને એક સુમસામ વિસ્તારમાં ઉભી રખાવી હતી. જ્યાં પોલીસકર્મી સાથેના બે વ્યક્તિએ અમીતની ગાડીમાં સરસામાન ચેક કર્યો હતો.પોલીસ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિએ અમીતને દારૂનો કેસ કરવો પડશે તેમ જણાવ્યું હતું.

મુંબઇના કન્સલ્ટન્ટ પાસેથી રૂપિયા, ઘળિયાળ અને મોબાઈલ પડાવ્યો હતો
જ્યારે અમીતે કેસની પતાવટનું કહેતા પોલીસકર્મીએ રૂ.20 હજારની લાંચ માંગી હતી. અમીતે એટીએમ કાર્ડમાંથી રૂ.10 હજાર અને અન્ય રૂ.10 હજાર બીપીસીએલના પેટ્રોલ પંપના ક્રેડીટ કાર્ડમાંથી સ્વાઈપ કરાવી ઉપાડી આપ્યાં હતાં.અમીતે દારૂની બોટલો પણ પોલીસકર્મીના કહેવાથી તેને આપી દિધી હતી. અમીત ઉદેપુર પહોચીને ગાડી તપાસતા તેમાંથી રૂ.40 હજારની એપલ વોચ,રૂ.40 હજારનો ગુગલ પીક્સલ ફોન અને રૂ.18 હજાર રોકડા મળ્યા ન હતાં. અમીતે પો. કોન્સ્ટેબલ રમેશ ગલસરને ફોન કરી ગાડીમાંથી વસ્તુઓ મળી રહી ન હોવાનું જણાવતા પોલીસ કોન્સ્ટેબલે તેના માણસો આવું ન કરી શકે તેમ કહી રૂબરૂ મળવાનું જણાવ્યું હતું. જોકે પો. કોન્સ્ટેબલ મળતો ન હતો. આખરે અમીતકુમારે ઈમેલ મારફતે આ ઘટના અંગે પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસરના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો