નિર્માણ / સુલેમાની ચાલની જગ્યામાં દોઢ વર્ષમાં નવું પોલીસ સ્ટેશન બનશે

A new police station will be built in place of Suleimani Chaal in a year and a half
X
A new police station will be built in place of Suleimani Chaal in a year and a half

  • હવે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ નજર રાખી શકશે
  • એસીપીની કચેરી અને 56 ફલેટ પોલીસ જવાનો માટે બનશે

દિવ્ય ભાસ્કર

Jun 23, 2020, 04:00 AM IST

વડોદરા. ભૂતકાળમાં શહેર પોલીસ માટે માથાનો દુખાવો બની ગયેલી સુલેમાની ચાલી ના મેદાન માં 22.83 કરોડ ના ખર્ચે નવું પાણીગેટ પોલીસ સ્ટેશન અને એસઆરપી જવાનો માટે ની બેરેક તથા  એસીપી ની  કચેરી તથા પોલીસ ક્વાટર્સ નિર્માણ થશે. સંવેદનશીલ ગણાયેલા સુલેમાની ચાલ  વિસ્તારમાં પોલીસ વ્યૂહાત્મક રીતે સમગ્ર વિસ્તારોમાં ચાંપતી નજર રાખી શકે તે માટે નવા પોલીસ સ્ટેશનની જગ્યા ખુબ મદદરૂપ સાબિત થશે. નવું પાણી ગેટ પોલીસ સ્ટેશન આગામી દોઢ વર્ષમાં તૈયાર થઈ જાય તેવી સંભાવના છે.

રહેણાંક મકાનોના બે ટાવર પણ બનશે જેમાં 56 ફ્લેટ હશે
સોમવારે સુલેમાની ચાલ ના મેદાનમાં નેક્સ્ટ જનરેશન પાણીગેટ પોલીસ સ્ટેશન બનાવવાની બાંધકામની મંજૂરી મળતા ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા અત્યાધુનિક કહી શકાય તેવું નેક્સ્ટ જનરેશન પાણીગેટ પોલીસ સ્ટેશન તથા એસીપી ની કચેરી અને એસઆરપી જવાનો માટે  બેરેક બનાવવાનું કામશરૂ કરાયું છે. આ ઉપરાંત આ મેદાનમાં જ પોલીસ કોન્સ્ટેબલ તથા પોલીસ અધિકારી સુધીના પોલીસ કર્મચારીઓને રહેણાંક મકાનોના બે ટાવર પણ બનશે જેમાં 56 ફ્લેટ હશે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહૈલોત તથા ડીસીપી ઝોન 3 સંજય ખરાત તથા ધારાસભ્ય મનીષા વકીલના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ નવું પોલીસ સ્ટેશન સહિતની તમામ માળખાકીય સુવિધા આગામી દોઢ વર્ષમાં તૈયાર થઈ જશે તેમ પોલીસસૂત્રોએ જણાવ્યું હતું. ડીસીપી ઝોન 3 સંજય ખરાતે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પોલીસ માટે પોલીસ સ્ટેશન અને નવી માળખાકીય સુવિધા ની જરૂર હતી. નવું પોલીસ સ્ટેશન અને પોલીસ ક્વાર્ટર્સ બની જતાં પોલીસની 24 કલાક સતત હાજરી પણ આ વિસ્તારમાં રહેશે અને જેનો લાભ આ વિસ્તારની જનતાને મળશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી